અમદાવાદઃ અમદાવાદમાં લગભગ દર એક બે દિવસે મહિલા અત્યાચારની કોઈને કોઈ ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી રહે છે. પોલીસ કે, કાયદાની કઠોરતા વગેરેની જાણે કોઈ અસર થતી ન હોય તેમ ગુનાઓ બનતા રહે છે. આજે વધુ એક પરિણીતાને ઘરમાં સતાવાઈ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના નારણપુરા વિસ્તારની એક મહિલા ગર્ભવતી હોવા છતા તેને માર મારવામાં આવી. સાસરિયાઓએ ત્યાં સુધી કહ્યું કે દીકીરઓના પોટલા માથે રાખીને જીવી ખા નહીં તો તેમને જીવાડવા માટે તારા બાપા પાસેથી 10 લાખ રૂપિયા લેતી આવ. આખરે આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
રાજનેતા સાથે લગ્નને લઈ પરિણીતીએ જાણો શું કહ્યું હતું, જૂનો ઈન્ટરવ્યુ વાયરલ
દીકરીને જન્મ આપતા સાસરિયા નારાજ થયા
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના સાસરિયામાં કોઈ સારી રીતે રાખતું ના હતું. દીકરીને જન્મ આપ્યાના 14 વર્ષથી સતત આ બહેનને સાસરિયાઓના મહેણા ટોણાં સાંભળવાના થયા હતા. વર્ષો સુધી ત્રાસ સહન કર્યો હતો. દીકરીને જ્યારે જન્મ આપ્યો ત્યારે સાસરિયાઓ નારાજ થયા હતા અને તેમણે કહ્યું કે, આ દીકરીઓના પોટલા માથે રાખીને જીવી ખા નહીં તો તેમને જીવાડવા માટે રૂ. 10 લાખ તારા બાપા પાસેથી લેતી આવ. પરિણીતાએ પોતાના માતા-પિતાને આ અંગે વાત કરી હતી. તેમણે ઠપકો પણ આપ્યો પણ છતા ત્રાસ યથાવત રહ્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ફેક્યો ખુલ્લો પડકાર, જાણો શું કહ્યું
ઘર છોડી નોકરી કરતી, તો પણ હેરાન કરતા
પરિણીતા પોતાના ત્રણેય સંતાનોને લઈને ઘરમાંથી નીકળી ગઈ. જોકે પતિ પોતાના બાળકો તેની સાથે હોવા છતા કોઈ સહાય કરતો નહીં. બહેન નોકરી કરતી તો નોકરીની જગ્યાએ આવી પતિ હેરાન કરી મુકતો હતો. ન છૂટકે જ્યારે સહન કરવાની બધી હદ પુરી થઈ ગઈ ત્યારે મહિલાએ આખરે પોલીસની મદદ લેવા જવાનું નક્કી કર્યું. પોલીસે હાલ મહિલાની ફરિયાદને આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT