સુરત: પીપલોદમાં આવેલી શેર બ્રોકર કંપનીના એકાઉન્ટન્ટ દ્વારા કરાયેલી એક ભૂલ કરોડો રૂપિયામાં પડી. એકાઉન્ટન્ટે ભૂલથી અમદાવાદના એક વ્યક્તિના ખાતામાં 3.50 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે ખાતામાં પૈસા જમા થતા જ યુવકે કલાકોમાં એકાઉન્ટ ખાલી કરી નાખ્યું અને ઓનલાઈન અલગ-અલગ જ્વેલરી શોપમાંથી સોનું ખરીદીને ફરાર થઈ ગયો હતો. જોકે એક જ્વેલરી સ્ટોરમાંથી દાગીનાની ડિલિવરી ન થતા સુરતની કંપનીને પોલીસે 40 લાખ પાછા અપાવ્યા હતા.
ADVERTISEMENT
અમદાવાદના યુવકના ખાતામાં આવ્યા પૈસા
વિગતો મુજબ, પીપલોદમાં રહેતા દિશાંત પરીખ પ્રાર્થના એન્ટરપ્રાઈઝ નામની શેર બ્રોકર કંપની ધરાવે છે. ગત 13મી સપ્ટેમ્બરે પેઢીના એકાઉન્ટન્ટે કંપની દ્વારા જીત્યાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.માં 3.50 કરોડ ટ્રાન્સફર કરવાનું કહેતા તેણે ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા. જે વ્યક્તિના ખાતામાં 3.50 કરોડ આવ્યા તે અમદાવાદના બાપુનગરમાં રહેતો તુષાર ગજેરા હોવાનું સામે આવ્યું.
ઓનલાઈન દાગીના ખરીદીને યુવક ફરાર
ખાતામાં પૈસા જમા થતા જ તુષારે ઓનલાઈન અલગ-અલગ જ્વેલર્સ કંપનીઓમાંથી જ્વેલરીઓનો ઓર્ડર કરીને 3.50 કરોડના દાગીના ખરીદી લીધા હતા. જેથી બ્રોકરે પોલીસને ફોન કર્યો હતો. તુષારે RTGSથી જ્વેલર્સને પૈસા ચૂકવ્યા હતા જેની તપાસમાં એક જ્વેલરના ત્યાં 40 લાખ ટ્રાન્સફર કર્યા બાદ દાગીના લેવા નહોતું આવ્યો, જેથી તેનું પેમેન્ટ બ્લોક કરાવ્યું હતું. જોકે 3.10 કરોડનું સોનું લઈને તુષાર ફરાર થઈ ગયો હતો અને 6 મહિનાથી પોલીસ તેને શોધી રહી છે. ત્યારે આખરે ઉમરા પોલીસે રવિવારે શેરદલાલની ફરિયાદને આધારે ગુનો નોંધ્યો છે.
ADVERTISEMENT