અમદાવાદ: શહેરના બાપુનગરમાં રહેતા એક વ્યક્તિ રાતો રાત સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. બેંકની એક ભૂલના કારણે આ વ્યક્તિને લાખો રૂપિયાની કમાણી થઈ ગઈ. બાપુનગરના રમેશભાઈ સગરનું સ્ટોક ઈન્વેસ્ટરનું કોટક સિક્યોરિટીમાં ડિમેટ એકાઉન્ટ છે. તેઓ છેલ્લા 5 વર્ષથી સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરે છે. અને વર્ષ પહેલા જ તેમણે કોટકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું.
ADVERTISEMENT
બેંકે ભૂલથી હજારો કરોડ ટ્રાન્સફર કરી દીધા
રમેશભાઈએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, 27 જુલાઈએ તેમના એકાઉન્ટમાં અચાનક 11,677 કરોડ રૂપિયા આવી ગયા. જેમાંથી તેમણે 2 કરોડ રૂપિયાનું સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યું અને 5.43 લાખ રૂપિયાનો નફો કમાવી લીધો. આ જ દિવસે બેંકે ભૂલથી આવેલા પૈસા પણ પાછા લઈ લીધા. જોકે લગભગ 8 કલાક સુધી તેમના એકાઉન્ટમાં હજારો કરોડ રૂપિયા રહ્યા.
શેર માર્કેટમાં 2 કરોડ રોકી 5 લાખની કમાણી કરી
હકીકતમાં બેંકની ભૂલના કારણે તેમના એકાઉન્ટમાં અચાનક 11,677 કરોડ રૂપિયા આવી ગયા હતા. રમેશભાઈને ખબર હતી કે આ પૈસા ભૂલથી આવ્યા છે એટલે બેંક તેને પાછા લઈ લેશે. એવામાં તેમણે મગજ દોડાવ્યું અને આ પૈસામાંથી માત્ર 2 કરોડ રૂપિયા જ તેમાં રોક્યા. બપોરે 12 વાગ્યે તેમણે શેર માર્કેટમાં રોકાણ કર્યું અને બાદમાં 12.30 વાગ્યે શેર વેચી દીધા. આમ માત્ર 30 મિનિટમાં જ તેમને 5.43 લાખ રૂપિયાનો નફો થઈ ગયો. તે પણ પોતાના ખિસ્સામાંથી એક રૂપિયો ખર્ચ કર્યા વિના.
ADVERTISEMENT