અરવલ્લીઃ અરવલ્લીથી એક ચોંકાવનારી લવ જેહાદની ઘટના સામે આવી છે જેમાં શખ્સે પોતાનું નામ બદલીને યુવતીઓ સાથે સંબંધો આગળ વધાર્યા અને જ્યારે તે ભાગીને તેના પાસે આવી પછી તેણે પોતાના ધર્મને અંગીકાર કરાવવાની વિવિધ રીતે બળજબરી શરૂ કરી હોવાની જાણકારીઓ સામે આવી રહી છે. મામલો હિંમતનગરનો છે જ્યાં બ્રાહ્મણ પરિવારની બે દિકરીઓ સાથે આવી ઘટના ઘટી હોવાનું દીકરીઓનું કહેવું છે.
ADVERTISEMENT
પ્રાપ્ત અહેવાલ પ્રમાણે, આ કથિત લવ જેહાદના મામલામાં મોટી દીકરી સાતેક વર્ષ પહેલા અમદાવાદના એક યુવકના સંપર્કમાં આવી હતી. આ પરિવારની મોટી દીકરી સાથે પરિચય થયા પછી પ્રેમ સંબંધોમાં અમદાવાદના યુવકે ધર્મ પરિવર્તનનું લખાણ અને નિકાહ કરી લીધા હતા. જોકે નિકાહ થયા પછી તેણી પર ત્રાસ ગુજારો શરૂ થયો હતો. ચારેક દિવસ પહેલા તક મળતા આ દીકરી ઘરે આવતી રહી હતી.
અમદાવાદઃ પ્રેમીને પામવા પત્ની મિલ્ક શેકમાં સ્લો પોઈઝન આપતી હતી પતિને, ભયંકર પ્લાનીંગ
દરમિયાનમાં નાની દીકરી સોશિયલ મીડિયામાં ભટ્ટ મેવાડા નામના ફેસબુક પેજ પરથી એક યુવકના સંપર્કમાં આવી હતી જેણે હિન્દુ બ્રાહ્મણ નામ રાખ્યું હતું. તે યુવક સાથે બંને પરિવારોની સંમતિથી તેણીએ લગ્ન પણ કર્યા હતા. જોકે લગ્ન પછી યુવકે કરાવેલી સુન્નત, રોજા કરવા, નમાજ પઢવી અને માંસાહાર માટે પણ તેણીને ફરજ પડાવવા લાગી હતી. આ ઓછું હતું તેમ રોજ ઘરમાં મારઝુડ થતી રહેતી હતી, ઝઘડા થતા રહેતા હતા. આખરે આ મામલામાં બંને દીકરીઓઓએ ન્યાયની માગ કરી હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનામાં એવી પણ વિગતોએ જોર પકડ્યું છે કે નાની દીકરીનો દીયર પણ થોડા દિવસ પહેલા અન્ય એક હિન્દુ છોકરીને લઈને આવ્યો છે. જોકે સમગ્ર મામલામાં હવે આગળ શું થાય છે તેને લઈને ભારે ચર્ચાઓ અને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ મામલાઓ હાલ હિંમતનગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT