અમદાવાદઃ અમદાવાદના વહેલાલ-નવા નરોડાનો રહેવાસી કુશ પટેલ છેલ્લા ચાર દિવસથી લંડનમાં ખોવાયો છે. આ યુવાનનો ચાર દિવસથી કોઈ પતો લાગી રહ્યો નથી. પરિવારે લંડનમાં વેમલી પોલીસ સ્ટેશને કુશના ગુમ થવા અંગેની ફરિયાદ કરી હતી. તેની શોધખોળ હાથ ધરાઈ છે.
ADVERTISEMENT
રૂમ મેટને કોલ કર્યો ત્યારે ખબર પડી
ગત 10 ઓગસ્ટે જ પરિવારને જાણકારી મળી કે તેમનો કુશ ગુમ થયો છે. તે પણ ત્યારે જ્યારે તેનો 24 કલાક સુધી સંપર્ક ના થતા પરિવારે તેના રૂમ મેટના નંબર પર કોલ કર્યો હતો. ત્યારે રૂમ નેટને કુશ અંગે પૃચ્છા કરતા તેણે જાણકારી આપી કે કુશ ગુમ થયો છે. આપને જણાવી દઈએ કે કુશ પટેલ બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પર વર્ષ 2022માં લંડન ગયો હતો. જોકે લંડન પહોંચ્યાના બે અઠવાડિયા પછી જ તેને કોલેજે નોટિસ આપી જતા રહેવા કહ્યું હતું. કોલેજમાં અટેન્ડન્સના અભાવને પગલે તેને ફીને લઈને નોટિસ મળી હોવાનું કહેવાય છે. આ મામલામાં પરિવારે કોલેજની ફીની પ્રક્રિયા પુરી કરી દીધી હતી જે પછી તેને કાયદા અનુસાર વર્ક પરમીટ માટે અરજી કરી હતી. જોકે એજન્ટ દ્વારા પ્રોસેસ ના થઈ શકતા પરિવારે જે લોન લઈને નાણાની વ્યવસ્થા કરી હતી તે નાણા કુશને પરત કરી દેવાયા હતા.
400 સરપંચ, 250 ખેડૂત, સેંટ્રેલ વિસ્ટાના મજૂર… આઝાદીના જશ્નમાં આ 1800 લોકો લાલ કિલ્લા પર સ્પેશ્યલ ગેસ્ટ
જોકે તે અરસામાં બેથી ત્રણ મહિનામાં જ કુશના વિઝા પુરા થઈ રહ્યા હતા. કુશ પટેલ પરિવારને આ બાબતે શું કહેશે તેની ચિંતામાં હતો. ત્યારે અચાનક તે મોબાઈલ બંધ કરીને ક્યાંક જતો રહ્યો હોવાની શંકા ઊભી થઈ છે. આ જેને પગલે હવે લંડન પોલીસ તપાસ કરી રહી છે. પરિવાર હાલ લંડનમાં શક્ય તેટલા કોન્ટેક્ટ્સની મદદથી કુશને શોધવાના પ્રયાસોમાં લાગ્યો છે. છેલ્લા ચાર દિવસથી પરિવાર પરેશાન છે. પરિવારની પરેશાની આપ તેના પરથી સમજી શકો છો કે કુશ પરિવારમાં એક માત્ર દિકરો છે. અહીં તેના માતા-પિતા અને દાદી માટે જીવન જીવવાનો કુશ એક માત્ર આધાર કહી શકાય. તેના પિતા વિકાસ પટેલને પણ શારીરિક તકલીફ છે. દાદીનું પેન્શન ચાલે છે. માતા હાઉસ વાઈફ છે.
ADVERTISEMENT