Rupala Controversy: રાજકોટ ભાજપના લોકસભા ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. એવામાં નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2ની ચીમકી આપી 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2 શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ભાજપની તમામ 26 બેઠકો ઉપર વિરોધ કરવા અંગેની રણનીતિઓ ઘડવામાં આવી છે. આ આંદોલનને ‘ઓપરેશન ભાજપ’ નામ અપવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજને હવે અન્ય સમાજનો પણ ટેકો મળ્યો છે, જેમાં ખત્રી, કાઠી, કારડીયા, નાડોદા માલધારી સહિતના સમાજના અગ્રણી બેઠકમાં હાજર રહ્યા હતા. ભાજપ વિરૂદ્ધ મતદાન માટે સહયોગ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
‘ઓપરેશન ભાજપ’ શરૂ
ગોતા ખાતે રાજપૂત ભવનમાં મળેલી મિટિંગ બાદ રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહએ પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી અને તેમાં જણાવ્યું હતું કે, આજે અલગ-અલગ સંસ્થાઓના આગેવાનોની મિટિંગ થઈ હતી. જેમાં આ આંદોલનને ‘ઓપરેશન ભાજપ’ નામ આપવામાં આવ્યું છે અને આહ્વાન કરવામાં આવ્યું કે આ અસ્મિતાની લડાઈમાં સર્વ સમાજ તેમને ટેકો આપે. ક્ષત્રિય ઠાકોર સમાજ, માલધારી સમાજ, રાજસ્થાન રાજપૂત વિકાસ પરિષદ સહિતના સમાજ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ કર્યો હતો. આગામી 7 તારીખ સુધી આ ઉપવાસ ચાલુ રહેશે.
જૂનિયર-સિનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મહત્વના સમાચાર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
24મી એપ્રિલથી ધર્મ રથ શરૂ કરવામાં આવશે
વધુમાં કહેવામાં આવ્યું કે, 24મી એપ્રિલથી રાજ્યના તમામ આસ્થા કેન્દ્રો પરથી ધર્મ રથ શરૂ કરવામાં આવશે. જેના માટે લેખિત અરજી લેવામાં આવી રહી છે. ધર્મ રથના માધ્યમથી પ્રજાજન સુધી પહોંચીશું. ગૃહ વિભાગ અને પોલીસ મહાનિર્દેશકને અમે વિનંતી કરીએ છીએ કે, ગુજરાતની સુલેહ શાંતિ જાળવે. અમે ચૂંટણી અધિકારીને આ બધી વિનંતી કરીએ છીએ. જે કલેકટર અને ચૂંટણી અધિકારી રાજકીય પક્ષની સભા અને સંમેલનને મંજૂરી આપે છે, તેમ અમારા ધર્મ રથને પણ મંજૂરી આપવામાં આવે.
ADVERTISEMENT