AHMEDABAD: ટેસ્ટ મેચમાં આતંકવાદી હુમલાની ખાલિસ્તાનીઓની ધમકી, ગુજરાત પોલીસ એલર્ટ

અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ અનેક રીતે હાઇપ્રોફાઇ રહી છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના પીએમ હાજર રહ્યા હતા. આ…

gujarattak
follow google news

અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ અનેક રીતે હાઇપ્રોફાઇ રહી છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના પીએમ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિશ્વની સૌથી મોટા સ્ટેડિયમમાં આ મેચ જોવાઇ રહી છે. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંમેચ જોવા આવી રહ્યા છે. જો કે, આ તરફ મોટા સમાચાર સામે આવી રહ્ચા છે. જે દરેક ગુજરાતીને ચિંતામાં મુકી શકે છે. ખાલિસ્તાની આતંકી ગુરપરવંતસિંહનો ધમકીભર્યો પ્રીરેકોર્ડેડ મેસેજ વાયરલ થયો છે. ખાલિસ્તાની આતંકીના ધમકીભર્યા મેસેજથી લોકોની બેચેની વધી ગઈ છે. મેસેજમાં મેચ ન જોવા જવાની ધમકી આપવામાં આવી રહી છે. ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ મેસેજ અંગ્રેજીમાં છે.જેના પગલે તંત્ર દોડતું થયું છે.

અમદાવાદ ક્રાઇમબ્રાંચ એક્શનમાં આવી
આ મેસેજ વાયરલ થયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મેસેજ ટ્રેક કરીને તેની જાણાવાજોગ નોંધ દાખલ કરીને તપાસ ચાલુ કરી છે. આ મેસેજ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને કઇ રીતે સર્કુલેટ થયો વગેરે બાબતે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ ચાલી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, 9 માર્ચે અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઇ રહી છે. કેટલાક લોકોના ફોનમાં ધમકી ભર્યા મેસેજ મળ્યા હતા કે, ખાલિસ્તાની શીખો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હુમલો કરશે.આ મેસેજના પગલે ચકચાર મચી ગઇ છે. સાથે લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી વિરુદ્ધ કેટલીક પ્રતિકૂળ ટીપ્પણીઓ પણ કરાઇ છે. શીખ ફોર જસ્ટિસના વડા ગુરપરવંતસિંહ પન્નુ દ્વારા મેચ દરમિયાન બલ્ક મેસેજ અને પૂર્વ રેકોર્ડ કરેલા કોલ વાયરલ કરાયા હતા. જેનો હેતુ મેચ પહેલા લોકોમાં ભયનો માહોલ પેદા કરવાનો છે.

ધમકી મળતાની સાથે જ બંન્ને ટીમોની સુરક્ષા વધારી દેવામાં આવી
જો કે ધમકી મળ્યા બાદ તંત્ર સાબદું થયું છે. બંન્ને દેશના ખેલાડીઓની સુરક્ષા બમણી કરી દેવામાં આવી છે. ઉપરાંત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ગ્રાઉન્ડથી માંડીને સોશિયલ મીડિયા સુધીની વોચ વધારી દીધી છે. રાજ્યની પોલીસ એલર્ટ પર છે. સ્ટેડિયમની સુરક્ષા માટે એસઆરપીની વધારાની ટુકડીઓ પણ મંગાવી લેવામાં આવી છે. સ્ટેડિયમને ફરી એકવાર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

 

    follow whatsapp