અમદાવાદઃ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કે જ્યાં હાલમાં જ રથયાત્રામાં કોમી એક્તાના દર્શન થયા હતા. ત્યાં જ હવે બે જુથના લોકો વચ્ચે તંગદીલી સર્જાઈ હોવાની વિગતો મળી રહી છે. અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે બે ટોળા વચ્ચે પથ્થરમારો અને આગચંપી થતા અફરાતફરીનો માહોલ બન્યો છે.
ADVERTISEMENT
સુરતમાં વહુ સાસુને મારતી રહી અને પતિ વીડિયો બનાવતો રહ્યો
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી ગધાવાલી ચાલીમાં અને બેન્ડ બાજા વાળી ચાલીમાં બે જુથો વચ્ચે અથડામણ થઈ ગઈ હતી. એક તરફ એવી પણ વિગતો મળી રહી છે કે કિન્નરો વચ્ચેની માથાકુટમાં મામલો મોટો થયો છે. જોકે હજુ ખરેખરમાં સત્તવાર રીતે વિગતો સામે નથી આવી રહી કે આખરે આ મામલો કેવી રીતે બિચક્યો છે. અહીં ઘટના સ્થળ પર આ મામલાને લઈને સ્થાનીક પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો છે. જેના વીડિયો સામે આવ્યા છે. પોલીસ દ્વારા હાલમાં કાર્યવાહી હાથ ધરીને મામલો શાંત પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. બીજી તરફ લાગેલી આગને કાબુમાં કરવાની પણ તજવીજ હાથ ધરાઈ રહી છે.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)
ADVERTISEMENT