‘મોદી કોંગ્રેસના પપ્પા છે’: અમદાવાદના જમાલપુરમાં ઓવૈસીએ કર્યું નિવેદન

અમદાવાદઃ અમદાવાદમાં જમાલપુર બેઠક પર AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સભા ગજવી હતી. તેમણે અહીં AIMIMના ઉમેદવાર સાબીર કાબલીવાલા માટે પ્રચાર પ્રસાર…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદમાં જમાલપુર બેઠક પર AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સભા ગજવી હતી. તેમણે અહીં AIMIMના ઉમેદવાર સાબીર કાબલીવાલા માટે પ્રચાર પ્રસાર કર્યો હતો. દરમિયાન તેમણે સભા ગજવતા તેમણે કહ્યું કે, મોદી કોંગ્રેસના પપ્પા છે. અહીં શું બહાદુરી બતાવો છો વિધાનસભામાં બતાવવાની હતી. આ એક સાબિર પુરા ભાજપ અને કોંગ્રેસ પર ભારે પડી જશે. ગુજરાતની ચૂંટણી એક તરફ અને જમાલપુરની ચૂંટણી એક તરફ છે. તેમણે કહ્યું કે, હું જમાલપુર વિધાનસભામાં ચાલતો ફર્યો છું, અહીં ગંદકી અને રોડ રસ્તા યક્ષ પ્રશ્ન છે. તમે તેને ધ્યાનમાં રાખીને વોટ કરજો.

723 ફેક્ટરીઓ કોંગ્રેસે બંધ કરાવી દીધીઃ ઓવૈસી
તેમણે કહ્યું કે, ગુજરાતની ચૂંટણીની નજર જમાલપુર બેઠક પર છે, અહીં લડાઈ ભાજપ અને AIMIM વચ્ચે છે. અહીં ઓવૈસી અને નરેન્દ્ર મોદી સામે છે. કોંગ્રેસીઓએ સિંહને ઈજા પહોંચાડી છે. તમે સારુ કર્યું મારા સિંહને ઈજા કરી, હવે આ સિંહ પહેલા કરતાં વધુ પોતાનો હક મેળવશે. બધા ભાઈ ભાઈ થઈ જાઓ અને સાબિરને જીતાડો. શૈતાન કાનમાં ફુસ ફુસાવે છે, ઓવૈસીનું ભાષણ સાંભળી ભાવુક થયા. તો તેવાઓથી બચજો. આ જુલ્મીઓએ જે હરકત કરી છે તેમનો સાચો ચહેરો સામે આવી ગયો છે. આ એ લોકો છે જે તમારા સમાજને ખત્મ કરવા માગે છે. તમારી 723 ફેક્ટરીઓ કોંગ્રેસીઓએ બંધ કરાવી દીધી. તમે જાગશો તો તે ફેક્ટરીઓ ખુલશે.

    follow whatsapp