અમદાવાદ હાટકેશ્વર બ્રિજના આરોપીઓની મુશ્કેલીમાં વધારો, સુપ્રિમ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી

અમદાવાદ: શહેરમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલા અને ભ્રષ્ટાચારથી ખદબદતા હાટકેશ્વર બ્રિજના આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આરોપીઓએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. ત્યારે…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલા અને ભ્રષ્ટાચારથી ખદબદતા હાટકેશ્વર બ્રિજના આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આરોપીઓએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હલકી ગુણવત્તાવાળુ કામ કરનારને જામીન ન આપી શકાય છે.

અજય એન્જી-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરોએ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે આ જામીન અરજી ફગાવી છે. કેસના 4 આરોપી રમેશ પટેલ, કલ્પેશ પટેલ, રસિક પટેલ, ચિરાગ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. તમામ આરોપી જેલભેગા થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ તમામ આરોપીઓ સામે IPCની કલમ 420, 406,409 અને 120B હેઠળ પુલમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો.તમામ આરોપીઓ હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અગાઉ AEIPLના ડિરેક્ટરોને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત પણ મળી ન હતી.

નબળી ગુણવત્તાના કારણે તોડવો પડશે બ્રિજ
અમદાવાદના વિવાદાસ્પદ બ્રિજ તોડવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે મ્યુનિ. કમિશનર એન. થેનારસને કહ્યું કે, બ્રિજની તપાસ બાદ એક્સપર્ટ કમિટી દ્વારા અંતિમ રિપોર્ટ મૂકવામાં આવ્યો છે. જે મુજબ, બ્રિજના ફેલ્યરનું કારણ નબળી ક્વોલિટી છે. તેમાં વાપરેલા કોંક્રિટની ગુણવત્તા નબળી છે. બધા ટેસ્ટમાં આ જ સામે આવ્યું છે. જે બાદ 4 પ્રકારના કામો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં બ્રિજ બનાવનારી એજન્સી અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને PMC બંને સામે FIR કરવામાં આવશે તથા તેમને બ્લોકલિસ્ટ કરવામાં આવશે.

AMCના 4 અધિકારીઓ સસ્પેન્ડ કરાયા
આ સાથે બ્રિજની કામગીરીમાં રહેલા AMCના 4 એન્જિનિયરોને પણ સસ્પેન્ડ કરાયા છે અને જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે તેમની સામે તપાસ માટે કમિટી બનાવવામાં આવશે. બ્રિજના બધા સ્લેબ તોડવામાં આવશે

AMCના આ અધિકારીઓ સસ્પેન્ડ
સતીશ પટેલ ટેક્નિકલ ઈજનેર
અતુલ એસ પટેલ આસી.ઈજનેર
આશિષ આર પટેલ આસી. ઈજનેર
મનોજ સોલંકી આસી. ઈજનેર

40 કરોડનો બ્રિજ 5 વર્ષમાં બંધ
નોંધનીય છે કે હાટકેશ્વરમાં 40 કરોડના ખર્ચે બ્રિજ બન્યો ત્યારે તેને 50 વર્ષ સુધી કંઈ ન થવાનો દાવો કરાયો હતો. ઉપરાંત તમામ સેફ્ટી અને મજબૂતીના સર્ટિફિકેટ પણ અપાયા હતા. જોકે આ બાદ 6 વખત બ્રિજને રિપેરિંગ માટે બંધ કરવો પડ્યો અને હાલમાં પણ ઘણા મહિનાઓથી તે બંધ કરી દેવામાં આવ્યો છે

    follow whatsapp