અમદાવાદમાં વરસાદ પછી ટ્રાફિક જામની સ્થિતિ યથાવત, જુઓ ચોંકાવનારો જામઃ Video

અમદાવાદઃ અમદાવાદમાં વરસાદ પડે અને ટ્રાફિક જામ ના થાય તેવું બનતું નથી. ઘણી વખત લોકો રાત્રે આ ટ્રાફિક જામમાં ફસાયા હોય તો વહેલી સવારે જામમાંથી…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદમાં વરસાદ પડે અને ટ્રાફિક જામ ના થાય તેવું બનતું નથી. ઘણી વખત લોકો રાત્રે આ ટ્રાફિક જામમાં ફસાયા હોય તો વહેલી સવારે જામમાંથી નીકળી ઘરે પહોંચ્યા હોય તેવા પણ કિસ્સાઓ બની ચુક્યા છે. અમદાવાદમાં આ દ્રશ્યો ઈસ્કોન બ્રિજના છે. જોકે આવી સ્થિતિ લગભગ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે.

ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં UCC લાગુ કરવામાં આવશે, CM પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કરી આપી માહિતી

વીડિયોમાં દેખાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને કારણે અમદાવાદનો ઈસ્કોન બ્રિજ અને બ્રિજની નીચે એટલો જોરદાર ટ્રાફિક જામ થયો છે કે વાહનોથી આખો બ્રિજ કવર થઈ જાય છે. અહીં એક વીડિયો વાયર થયેલો સામે આવ્યો છે જેમાં આપ ટ્રાફિક જામની સ્થિતિને જોઈ શકો છો. ઉલ્લેખનીય છે કે બપોર પછીથી અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું છે.

અમદાવાદના આંબાવાડી વિસ્તારનો વીડિયો પણ જુઓ

આંબાવાડી વિસ્તાર, નરોડા, નિકોલ, ઉપરાંત સીંઘુભવન રોડ પર પણ પાણી ભરાઈ ગયા હતા. લોકોના વાહનો ખોટકાયા હતા. આજે અમદાવાદના, મીઠાખળી, પરિમલ, અખબાર ભવન અને મકરબા ખાતેના અંડરબ્રિજને બંધ કરવામાં આવ્યા હતા. પાણી ભરાઈ જવાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો હતો.  અમદાવાદમાં ઉસ્માનપુરા સહિત મોટાભાગના વિસ્તારોમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

    follow whatsapp