અમદાવાદઃ અમદાવાદના શહેર કોટડા પોલીસ મથકનો દરવાજો જ પડી ભાગ્યો અને એક બાળકનો ભોગ લેવાઈ ગયો. અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનને હજુ હણમાં થોડા જ સમય સમય પહેલા બનાવવામાં આવ્યું છે. જેના દરવાજા તૂટી પડતા બાળકનો જીવ ગયો છે જ્યારે અન્ય એક બાળકને સારવાર માટે ખસેડાયું છે. લોખંડનો દરવાજો તૂટી પડતા બાળકો પર પડ્યો હતો. બાળકો પર ગેટ પડતા લોકો તેમની મદદે આવ્યા પણ ગેટ એટલો ભારે હતો કે ચાર પાંચ વ્યક્તિથી પણ ઊંચો થતો ન હોવાનુું સ્થાનીકો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા
અમદાવાદના શહેર કોટડાનું પોલીસ મથક હમણાં જ નિર્માણ પામ્યું છે. ત્યારે આજે શુક્રવારે બે બાળકો અહીં રમતા હતા ત્યારે અચાનક દરવાજો ધરાશાયી થયો હતો અને તે બાળકો પર પડતા તેમને ઈજાઓ થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ઈજાઓ એટલી ગંભીર હતી કે એક બાળકનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ શારદાબેન હોસ્પિટલમાં બંને બાળકોને લઈ જવાયાની વિગતો મળી રહી છે. સ્થાનીક લોકોનું કહેવું છે કે, અહીં લોકો નમાઝ અદા કરીને નીકળી રહ્યા હતા, બાળકો પણ અહીં તે પછી રમતા હતા ત્યારે કન્સ્ટ્રક્શનની કામગીરી પાસેનો લોખંડનો ગેટ તેમના પર પડી ગયો હતો. લગભગ ચારથી પાંચ લોકો બાળકોને દબાયી ગયા હોઈ બચાવવા દોડ્યા પરંતુ તેમનાથી ગેટ ઊંચો થયો નહીં. બાદમાં અન્ય લોકો પણ દોડી આવ્યા અને ગેટ મહા મહેનતે ઊંચો કરી બાળકોને કાઢ્યા હતા. જોકે ત્યાં સુધી એક બાળકનો ભોગ લેવાઈ ચુક્યો હતો. જોકે સ્થાનીકો કદાચ જીવ બચે તેવી આશાએ બંને બાળકોને શારદાબેન હોસ્પિટલ લઈને દોડ્યા હતા.
(આ એક બ્રેકિંગ ન્યૂઝ છે. વધુ વિગતો મળતા જ અહીં આપ સમક્ષ રજુ કરીશું.)
ADVERTISEMENT