અમદાવાદ: શહેરમાં પિતાએ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ પહેલા સિંધુભવન રોડ પર પૂરપાટ ઝડપે બાઈક ચલાવવાના કારણે યુવકનું મોત થયું હતું. જે બાદ મૃતકના પિતાએ પોલીસ સ્ટેશન જઈને દિકરા વિરુદ્ધ બેદરકારીભરી રીતે બાઈક ચલાવવાનો ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
બાઈક અકસ્માતમાં દીકરાનું થયું મોત
ઘટનાની વિગતો મુજબ, AMCના પાણી વિભાગમાંથી નિવૃત્ત થયેલા શીલજમાં ઠાકોર વાસમાં રહેતા નારણજી ચૌહાણ 14 માર્ચે પોતાના ઘરે હાજર હતા. દરમિયાન તેમણે તેમના નાના દીકરાનો ફોન આવ્યો હતો જેણે સિંધુભવન રોડ પર ઓર્નેટ પાર્ક સોસાયટી સામે મોટાભાઈ મુકેશનો અકસ્માત થયો છે. જેથી નારણજીભાઈ દોડીને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જઈને જોતા દીકરો લોહીલુહાણ હાલતમાં પડેલો હતો અને તેના બાઈકને પણ ખૂબ નુકસાન થયેલું હતું.
દીકરાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા પિતા
અકસ્માત સ્થળે ઘણા બધા લોકો હાજર હતા તેમણે નારણજીભાઈને જણાવ્યું કે, તેમનો દીકરો મુકેશ તેનું સ્પોર્ટ બાઈક પુરપાટ ઝડપે અને બેદરકારીભરી રીતે ચલાવી અને સોસાટડીના કટ પાસે રોડ પર ડીવાઈડર પરના થાંભલા સાથે અથડાવી હતી. જેમાં તેને માથા અને શરીરના ભાગે ઈજા પહોંચી હતી. આથી તેનું મોત થઈ ગયું. પોલીસ સ્ટેશને મૃતક દીકરાની ફરિયાદ કરવા પહોંચેલા પિતાને જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
સમગ્ર મામલે પિતાની ફરિયાદના આધારે એમ. ટ્રાફિક પોલીસ સ્ટેશને મૃતક મુકેશ ચૌહાણ વિરુદ્ધ કલમ સી.આર પીસીની કલમ 154 હેઠળ ફરિયાદ નોંધી છે.
ADVERTISEMENT