અમદાવાદ : શહેરમાં દારૂ પીવાની જગ્યા મુદ્દે માથાકુટ થતા એક વ્યક્તિની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. જમાલપુરમાં શનિવારે મોડી સાંજે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ હતી. દારૂ પીવાનો ઇન્કાર કરતા બે આરોપીઓએ છરીના ઘા મારીને એક વ્યક્તિની કરપીણ હત્યા કરી દીધી હતી. મૃતકને બચાવવા માટે વચ્ચે પહેલા તેના ભાઇ પણ ઘાયલ થયા છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ADVERTISEMENT
જમાલપુરમાં રહેતા સાજીયાબાનુ પઠાણ નામની મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, ગઇ કાલે સાંજે 6.30 વાગ્યે તેઓ ઘરે હતા. દરમિયાન તેમના ઘર નજીક આવેલી ખાનજાન મસ્જિદ નજીક બુમાબુમ થતા તેઓ ઘર બહાર ગયા હતા. રમતા છોકરાએ તેમને જાણ કરી કે, ફિરોજભાઇ મસ્જિદ પાસે નહીમ અને કરીમ સાથે મારામારી કરી રહ્યા છે.
તેઓ ઘટના સ્થળે પહોંચતા સાજીયાબાનુ ત્યાં પહોંચ્યા ત્યારે બંન્ને આરોપીઓ ફિરોજ સાથે મારામારી કરતા હતા. તેમની પાસે રહેલી છરીથી ફિરોઝ ખાનને પેટમાં તથા શરીરના અન્ય ભાગોએ છરીના ઘા માર્યા હતા. તેઓ ત્યાં પહોંચીને વચ્ચે પડ્યા અને ઝગડો શાંત કરાવી રહ્યા હતા. બંન્ને આરોપીઓ સાજીયાબાનુના પતિને પણ જમણી આંખ તથા હાથમાં છરી મારી દીધી હતી. બુમાબુમ થતા આસપાસના સ્થાનિકો ત્યાં આવી પહોંચ્યા હતા.
હુમલામાં ઘાયલ બંન્નેને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે. જ્યાં આરોપીઓ દારૂ પી રહ્યા હતા. જેથી તેમને દારૂ ન પીવા જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાઇ જઇ બંન્નેએ છરીના ઘા માર્યા હતા.હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
ADVERTISEMENT