Ahmedabad Cyber Crime Alert: જેમ જેમ આપણે ડિજિટલ દુનિયા (Digital world) તરફ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ સાઇબર ગુના (Cyber crime news)ઓની સંખ્યા પણ વધી રહી છે. કારણ કે ટેક્નોલોજીની સાથે સાથે સાઈબર ગઠિયા પણ આધુનિક થઈ રહ્યા છે. એટલે કે સાઈબર ઠગો તમને ચૂનો (Online fraud) લગાડવા માટે અવનવી તરકીબ શોધતા જ રહે છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ સાઈબર ગુનાઓની સંખ્યા (Cyber fraud) ખૂબ વધી છે. સાયબર ગઠિયાઓ લોકો સાથે છેતરપિંડી આચરવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે વોટ્સએપ હેક કરીને પૈસા પડાવતી ગેંગના એક આરોપીને ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
ADVERTISEMENT
ઝારખંડમાં બેઠા-બેઠા હેક કર્યું વોટ્સએપ
સાયબર ક્રાઈમની ટીમે વોટ્સએપ હેક કરીને છેતરપિંડી આચવાના કેસમાં એમ.ડી રિઝવાન ઉર્ફે મોહમ્મદ દાનીસની ધરપકડ કરી છે. આરોપી ઝારખંડ રાજ્યના જમશેદપુરનો રહેવાસી છે. અમદાવાદના યુવકનું વોટ્સએપ હેક કરીને તેના મિત્રો પાસેથી પૈસા માંગીને છેતરપિંડી આચરવાના કેસમાં સાયબર ક્રાઈમે ટેક્નિકલ એનાલિલિસથી આરોપીને ઝારખંડમાંથી ઝડપી પાડ્યો છે.
સાયબર ક્રાઈમે કરી ઝારખંડથી ધરપકડ
સાયબર ક્રાઈમની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી માત્ર ધોરણ 10 પાસ છે, તેણે સાયબર ફ્રોડ આચરતી ગેંગ પાસેથી તાલીમ મેળવી હતી. જે બાદ તેણે સાયબર ક્રાઈમની દુનિયામાં એન્ટ્રી કરી હતી. આ ઠગે અમદાવાદના એક યુવકને ફોન કરીને કુરિયર બોયની ઓળખ આપી હતી. જે બાદ યુવકના વોટ્સએપમાં એક લિંક મોકલી હતી. જે લિંક પર ક્લિક કરતા જ યુવકનું વોટ્સએપ હેક કરીને ફોનના એક્સેસ મેળવી લીધા હતા.
પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
જે બાદ તેણે યુવકના મિત્રો પાસેથી 25 હજાર અને 9 હજાર રૂપિયા મંગાવીને છેતરપિંડી આંચરી હતી. આ ઠગ અત્યાર સુધીમાં અનેક લોકોને બાટલીમાં ઉતારી ચૂક્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઈમે તેના મોબાઈલ જપ્ત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT