અમદાવાદઃ અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક મહિલા સાથે દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા પોતાના પુત્રની જન્મ કુંડળી કાઢવા અને ઘરમાં સત્યનારાયણની કથા કરવા જે જ્યોતિષને બોલાવે છે તેણે જ મહિલાની એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ કર્યાની ઘટના બનતા ભારે ચકચાર મચી છે. આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
કથા માટે જરૂરી સામાનનું લિસ્ટ લગાવ્યું પછી…
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, કઠવાડાની એક 36 વર્ષની પરિણીતાના પહેલા લગ્ન ડભોડામાં થયા હતા . મહિલાએ પહેલા પતિને દારુની આદત હોઈ તેની સાથે છૂટાછેડા કર્યા હતા. જે પછી 2018માં એક યુવક સાથે પ્રેમ થતા તેની સાથે સંસાર માંડ્યો હતો. દરમિયાન તેને સંતાનમાં બે પુત્રો થયા. મહિલા પોતાના પુત્રની જન્મકુંડળી કાઢવા અને ઘરમાં સત્યનારાયણની કથા કરાવવા માગતી હોઈ તેણે બ્રિજેશ ત્રિવેદી નામના એક જ્યોતિષનો સંપર્ક કર્યો હતો. ગત 28મીએ મહિલાનો પતિ ઘરે ન્હોતો ત્યારે આ જ્યોતિષ તેમના ઘરે આવ્યો હતો. મહિલા ઘરે એકલી હતી. જ્યોતિશે સત્યનારાયણની કથામાં જરૂરી સામાનનું લિસ્ટ તૈયાર કરાવ્યું. જે પછી મહિલા બાથરૂમમાં ગઈ ત્યારે જ્યોતિષે ઘરવો દરવાજો બંધ કરી દીધો.
રાજકોટ આતંકી પકડાવાનો મામલોઃ પોલીસને મળી સીક્રેટ એપ્લિકેશન, મળ્યા 14 દિવસના રિમાન્ડ
જ્યોતિષ મહિલાને ખેંચી ગયો બેડરૂમમાં
સમગ્ર બાબતથી અજાણ મહિલા જ્યારે બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેને બળજબરીથી બેડરૂમમાં બ્રિજેશ ખેંચી ગયો. જ્યાં જ્યોતિષ બ્રિજેશે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે અંતે બ્રિજેશે મહિલાને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જે પછી તે જતો રહ્યો. મહિલાએ સમગ્ર બાબતે નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને હવે પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી બ્રિજેશની પણ ધરપકડ કરી છે જે પોતે પણ પરિણીત હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT