અમદાવાદ : સુરેન્દ્રનગરના સાયલા પાસે દસેક દિવસ પહેલાં 1400 કિલો ચાંદીની લૂંટ થઈ હતી. આ લૂંટના કેસમાં પોલીસની વિવિધ ટીમો લૂંટારૂઓની શોધખોળમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે ક્રાઇમ બ્રાંચને આ કેસમાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ચાંદીની લૂંટ કરનારી ગેંગ મધ્ય પ્રદેશની કંજર ગેંગ હતી. જોકે હજુ 12 જેટલા આરોપી ફરાર છે.
ADVERTISEMENT
18 ફેબ્રુઆરીના રોજ રાજકોટ-અમદાવાદ હાઈવે પર સાયલા નજીક રસ્તા વચ્ચે ત્રણ ગાડીવાળાએ એક ફોર-વ્હીલ ગાડીચાલકને રોક્યો હતો. બે લોકો ગાડીચાલકને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. ત્યાર બાદ ગાડીમાં જે કુરિયરનો જ્વેલરીનો સામાન હતો એ લઈને ફરાર થઈ ગયા હતા. આશરે 1400 કિલોની ચાંદી તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ થઈ હતી. આ ચકચારી ઘટના બાદ રાજકોટ રેન્જની 15થી 17 ટીમ દ્વારા સમગ્ર પંથકમાં નાકાબંધી કરી લૂંટારાને ઝબ્બે કરવાનાં ચક્રો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં 10 દિવસ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મધ્યપ્રદેશ થી ત્રણ લોકોની ધરપકડ કરી છે. જોકે હજી પણ 12 જેટલા આરોપી પોલીસ પકડથી દૂર છે.
ઓપરેશન ડીપ સર્ચ
લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચ દ્વારા “ઓપરેશન ડીપ સર્ચ” શરૂ કરી અલગ અલગ ટીમોને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી તપાસમાં સામે આવ્યું કે લૂટ કર્યા બાદ મુદ્દામાલ જે ટ્રકમાં ભરી ગયા હતા તે ટ્રકના માલિક દમણ હતા જેની પૂછપરછમાં સામે આવ્યું કે તેને ટ્રક મધ્યપ્રદેશનાં દેવાસમાં જીતેન્દ્ર ઝાંઝા ને વેચી નાખ્યો હતો. જેના આધારે પોલીસે જીતેન્દ્ર ઝાંઝાની ધરપકડ કરી હતી. જે બાદ જીતેન્દ્રનાં સાગરીતો ચાંદી લૂંટને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું હતું.
1400 કિલો ચાંદી ચોરેલા આરોપીને લઈ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે આ ગુનો ડિટેક્ટ કરવા માટે અમને માત્ર એક જ નંબર મળ્યો હતો. ત્યાર બાદ ચોરીમાં વપરાયેલું વાહન અલગ અલગ ત્રણ જગ્યાએ વેચાઈ ગયું હતું,પરંતુ ડિટેક્શન માટે અમારે ટાસ્ક હતો, અમે એ માટે અમારી ટીમ અલગ અલગ જગ્યાએ કામ કરી રહી હતી. જ્યારે અમારી ટીમ દેવાસના લોકેશન પર પહોંચી ત્યારે કંજર ગેંગના જ સમાજના 56થી વધુ ગામ આવેલાં છે, જ્યાં એકલદોકલ વ્યક્તિને જવું મુશ્કેલ છે, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ આરોપીઓને ત્યાંથી ઉઠાવી લીધા.
100 કિલો ચાંદી ઝડપાઇ
લૂંટના મુખ્ય સૂત્રધારે 100 કિલો ચાંદી પોતાના સાળાના પડોશીના ઘરમાં ખાડો ખોદીને દાટી દીધી હતી, પરંતુ પોલીસે ત્યાં ખાડો ખોદીને આ ચાંદી શોધી કાઢી હતી. કદાચ એવું કહેવાય કે કંજર ગેંગ દ્વારા લૂંટ કરવામાં આવેલી કોઈપણ વસ્તુની આ પહેલી રિકવરી છે.1400માં કિલો ચાંદીમાંથી 100 કિલો ચાંદી તો રિકવર થઈ ગઈ છે, પરંતુ હવે બાકીની 1300 કિલો ચાંદી આજુબાજુનાં ખેતરોમાં અથવા તો ફળિયાઓમાં છુપાવવામાં આવી હોવાની આશંકાને આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીઓને સાથે રાખીને ડ્રોન ઉડાવીને બાકીની ચાંદીની શોધખોળ કરી રહી છે. કંજર ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે તેઓ લૂંટ કર્યા બાદ પોતાના વતનમાં પહોંચતાંની સાથે જ લૂંટના મુદ્દા માલનો ભાગ પાડી દેતા હોય છે અને તરત જ સલામત જગ્યાએ જમીનમાં કે મકાનમાં ખાડો કરીને એ દાટી દેતા હોય છે.
ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ધૂમ મૂવીમાં મળી હતી ઓફર
પકડાયેલી ગેંગ દ્વારા અલગ અલગ રાજ્યોમાં કરોડોની લૂંટને પણ અંજામ આપી ચૂક્યા છે. આ ગેંગના સભ્યો બાઈક સ્ટંટ કરતાં હોવાથી ઘુમ ફિલ્મ સમયે તેમને સ્ટંટ માટે પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ ફિલ્મના પૈસાની બાબતે રકજક થયા ગેંગના સભ્યોએ સ્ટંટ માટે મનાઈ કરી દીધી હતી. જોકે તેજ સમયે આ ગેંગ દ્વારા 11 કરોડની લૂંટને પણ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ સિવાય મહારાષ્ટ્ર કર્ણાટક અને હરિયાણામાં પણ કરોડોની લૂંટને અંજામ આપ્યા બાદ પણ પોલીસ ગિરફતમાં આવ્યા નોહતા. ત્યારે હાલતો પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અને વધુ 12 ફરાર આરોપીઓની તપાસ હાથ ધરી છે.
જાણો શું હતી ઘટના
સુરેન્દ્રનગરના સાયલા હાઇવે પર રૂ. 3 કરોડ 88 લાખની ચાંદી અને ઇમિટેશન જ્વેલરીની લૂંટની ઘટનાથી ચકચાર મચી હતી. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇ.જી.અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત, એલસીબી અને એસઓજી પીઆઇ સહિત રાજકોટ રેન્જ આઇજીની 15થી 17 ટીમ દ્વારા નાકાબંધી કરવાની સાથે ત્રણ ગાડીમાં આવેલા લૂંટારાઓને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરી હતી. આ લૂંટની ઘટનાથી સમગ્ર સાયલા હાઇવે પોલીસ-છાવણીમાં છવાઈ ગયો હતો. જ્વેલરીનો સામાન હતો એ લઈને ફરાર થઈ ગયા
રાજકોટ થી અમદાવાદ એરપોર્ટ જઈ રહ્યું હતું ચાંદી
રાજકોટથી ન્યુઝ એર સર્વિસ કુરીયર દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે 1400 કિલો ચાંદીનીની ડિલેવરી કરવા જતાં હતાં ત્યારે રાજકોટથી જ બોલેરો કારનો લુંટારૂઓએ પીછો કરી સાયલા પાસે મધરાત્રે ડ્રાયવર ક્લિનરને આંતરી બંધક બનાવી 3.80 કરોડની ચાંદીની ફિલ્મી ઢબે લૂંટ ચલાવી નાસી છુટયા હતા.
સમગ્ર પંથકમાં નાકાબંધી
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતે જણાવ્યું હતું કે રસ્તા વચ્ચે ત્રણ ગાડીવાળાએ એક ફોર-વ્હીલ ગાડીચાલકને રોક્યો હતો. બે લોકો ગાડીચાલકને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. ત્યાર બાદ ગાડીમાં જે કુરિયરનો જ્વેલરીનો સામાન હતો એ લઈને ફરાર થઈ ગયા હતા. આશરે 3 કરોડ 80 લાખની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ થઈ છે. આ ચકચારી ઘટના બાદ રાજકોટ રેન્જની 15થી 17 ટીમ દ્વારા સમગ્ર પંથકમાં નાકાબંધી કરી લૂંટારાને ઝબ્બે કરવાનાં ચક્રો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT