અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કે જે જમ્મુ કશ્મીર ખાતે મહાઠગ કિરણ પટેલને અમદાવાદ પકડી લાવવા નીકળી હતી તે ટીમને હવે કિરણની કસ્ટડી મળી ગઈ હોવાની વિગતો સામે આવી છે. આ ટીમ હવે ગણતરીના કલાકોમાં અમદાવાદ પહોંચી જશે. પ્રાપ્ત વિગતો અનુસાર આવતીકાલે સવાર સુધીમાં ક્રાઈમ બ્રાન્ચની ટુકડી તેને અમદાવાદ લેતી આવશે.
ADVERTISEMENT
અઢળક લોકોને છેતર્યા
વડાપ્રધાન ઓફીસનો અધિકારી છું, તેવું કહી ઝેડ પ્લસ સિક્યુરિટી, ફાઈવ સ્ટાર હોટેલ, બુલેટપ્રુફ એસયુવી કાર, લક્ઝૂરિયસ લાઈફ સ્ટાઈલ અને વ્હાઈટ કોલર રૂઆબ લઈને ફરતો મહાઠગ જમ્મુ કશ્મીરમાં સંવેદનશીલ વિસ્તારમાં પકડાયો હતો. મૂળ કિરણ અમદાવાદના ઈસનપુર ખાતેનો રહેવાસી છે. તેણે ન માત્ર આવી છેતરપીંડી પરંતુ તેણે અઢળક લોકોને છેતર્યા છે. જેમાંથી ઘણા તો કિરણનો આ કાંડ સામે આવ્યા પછી તુરંત આવા ઘણા કિસ્સાઓ પણ સામે આવવા લાગ્યા હતા.
AMCમાં આ પદો પર ભરતીઃ પગારમાં લાખ-દોઢ લાખ રૂપિયા જાણો તમામ જગ્યાઓ અંગે
સિક્યુરિટી ફોર્સિસને વિચારતા કરી દીધા
કિરણ પોતાની વાકપટુતા અને બોડિ લેન્ગવેજથી એટલો મોટો બ્લફ માસ્ટર બની ગયો છે કે તેણે ન માત્ર પીએમઓ પણ ઘણા સ્ટેટની સિક્યુરિટી ફોર્સીસને પણ વિચારતા કરી દીધા છે. હાલ મળી રહેલી જાણકારી પ્રમાણે આ બ્લફ માસ્ટરને હવે અમાદવાદ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદમાં લાવવાની તજવીજના ભાગ રૂપે તેની કસ્ટડી મેળવી તેને અહીં લાવી રહી છે.
ADVERTISEMENT