અમદાવાદમાં કોરોનાના વધુ 8 કેસ આવતા ખળભળાટ, જાણો કેટલા છે કુલ એક્ટિવ કેસ

Ahmedabad Corona Cases : રાજ્યમાં કોરોના સતત વધી રહ્યો છે. નિષ્ણાતો અનુસાર આ વેરિયન્ટની લોકો પર માઇલ્ડ જોવા મળી રહી છે પરંતુ તે લોકોમાં ઝડપથી…

gujarattak
follow google news

Ahmedabad Corona Cases : રાજ્યમાં કોરોના સતત વધી રહ્યો છે. નિષ્ણાતો અનુસાર આ વેરિયન્ટની લોકો પર માઇલ્ડ જોવા મળી રહી છે પરંતુ તે લોકોમાં ઝડપથી સ્પ્રેડ થતો હોવા હોવાનું સામે આવ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો 602 નવા કેસ નોંધાયા છે અને પાંચ મૃત્યુ થયા છે. કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 4440 થઈ ગઈ છે.

અમદાવાદમાં નવા 8 કેસ આવ્યા સામે

અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ત્યાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. શહેરમાં 3 મહિલાઓ અને 5 પુરુષો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. થલતેજ, જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, વટવા, સરદારનગર અને ખાડીયા વિસ્તારના રહેતા લોકો સંક્રમિત થયાની માહિતી મળી રહી છે. સંક્રમિત થયેલા લોકો દ્વારકા, કેરળ, રાજકોટ અને બેંગ્લોરથી પરત ફર્યા હતા. હાલ એક્ટિવ કેસનો આંકડો 60 છે, જેમાંથી બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોરોનાની શરૂઆત માર્ચ 2020થી થઈ ત્યાંથી અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના કુલ 395940 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થવાના કારણે કુલ 3590 લોકોના મોત થયા છે.

કોરોનાના કેસો વધતાં તંત્ર એલર્ટ

ઉપરાંત કોરોનાને લઈ રાજ્યમાં તૈયારીઓ વિશેની જાણકારી અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ આપી જેમાં તેમણે કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ હોસ્પિટલની સુવિધા કરવામાં આવી છે, 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક કાર્યરત કરાયા, 550થી વધારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને વેન્ટિલેટર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સિવાય તેમણે લોકોને સલાહ આપી છે કે, જો શરદી,ખાંસી,તાવ હોય તો પોતાની જાતે દવા ન લેવી. 1 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે. કોરોનાનો પોઝીટીવીટી રેટ 0.86% રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ, જેમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠામાં 1-1 કેસ એક્ટિવ છે.

    follow whatsapp