અમદાવાદ : ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જો કે પ્રચારમાં કેટલાક નેતાઓને કડવા અનુભવોનો પણ સામનો કરવો પડે છે. અમદાવાદનો આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગોમતીપુર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો પ્રચાર દરમિયાન એક જગ્યાએ એકઠા થઇ ગયા હતા. જો કે ઘર્ષણ થવાના બદલે કોંગ્રેસના કાર્યકરોએ જગદીશ ભાઇ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવ્યા હતા. હાલ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
ગોમતીપુર વોર્ડમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે
અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં આજે ચૂંટણી પ્રચાર થઇ રહ્યો હતો. જ્યાં અનોખા દ્રશ્યો સર્જાયા હતા. ભાજપના ઉમેદવાર જગદીશ વિશ્વકર્મા પોતાના કાર્યકરો સાથે ગોમતીપુર વોર્ડમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. દરમિયાન સામેથી કોંગ્રેસના કાર્યકરો પણ સામે આવી ગયા હતા.
સામસામે આવ્યા બાદ ગરમાગરમીના બદલે કોંગ્રેસી કાર્યકર્તાઓ દુધમાં સાકરની જેમ ભળી ગયા
જો કે સામસામે આવી ગયા બાદ ગરમા ગરમીના બદલે કોંગ્રેસ ભાજપમાં ભળી ગઇ હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓના હાથમાં ઝંડા કોંગ્રેસના હતા. જ્યારે તેઓ નારા જગદીશ વિશ્વકર્મા માટે લગાવી રહ્યા હતા. જગદીશ વિશ્વકર્મા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવ્યા હતા.
ADVERTISEMENT