અમદાવાદઃ અમદાવાદની બે બેઠકો જમાલપુર અને દરિયાપુર બેઠકના કોંગ્રેસના તાકતવર નેતાઓ પૈકીના એક ચૂંટણી જીત્યા તો એકને હાર મળી છે. ગ્યાસુદ્દીન શેખને દરિયાપુરમાં હાર મળી છે જ્યારે જમાલપુર બેઠક પરથી ઈમરાન ખેડાવાલાને જીત મળી છે. જોકે ઈમરાન અને ગ્યાસુદ્દીન બંને એક બીજાના સારા એવા મિત્ર પણ છે. તેઓ આ દરમિયાન ગઈકાલના પરિણામ પછી જ્યારે એક બીજાને મળ્યા ત્યારે ભેટી પડ્યા હતા અને બંનેની આંખોમાંથી સડસડાટ આંસુ વહી ગયા હતા.
ADVERTISEMENT
ગ્યાસુદ્દીન અને ખેડાવાલા ક્યાં મળ્યા
ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ એક બીજાના સારા એવા મિત્ર છે. કોરોના કાળમાં પણ તેમણે સાથે મળીને લોકો માટે કામ કર્યા હતા. અહીં સુધી કે જ્યારે પહેલી વખત ઈમરાન ખેડાવાલા કોરોના હોવાનું સામે આવ્યું ત્યારે પણ તેઓ વિધાનસભાની મુલાકાત પછી સાથે જ એક જ કારમાં પાછા અમદાવાદ આવ્યા હતા. જોકે અમદાવાદ આવ્યા પછી ઈમરાન ખેડાવાલાની તબીયત અંગે જાણ થઈ હતી. હમણાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન દરિયાપુર બેઠક પરથી ગ્યાસુદ્દીન શેખને હરાવવા લગભગ અશક્ય માનવામાં આવતું હતું. પરંતુ પાસા જબ્બર પલટાયા અને ગ્યાસુદ્દીનને હાર મળી, આ તરફ ઈમરાન ખેડાવાલા માટે પણ જીતવું ખુબ મુશ્કેલ બની ગયું હતું પરંતુ તેઓ જીતી ગયા હતા. જે પછી ગ્યાસુદ્દીન શેખની અમદાવાદ ખાતેની ઓફીસમાં તે બંને મળ્યા હતા. દરમિયાન બંનેની મુલાકાતે ભાવુક દ્રશ્યો સર્જ્યા હતા. બંને એક બીજાને ભેટી પડ્યા હતા. ખેડાવાલાને ગ્યાસુદ્દીને જીત માટે અભિનંદન આપ્યા હતા અને ખેડાવાલાએ ગ્યાસુદ્દીનની હાર પર અફસોસ વ્યક્ત કર્યો હતો. બંને એક બીજાને ભેટીને રડી પડ્યા હતા. આંખના આંસુઓ અને તેમના શબ્દો તેમના દુખ વર્ણવી રહ્યા હતા. જુઓ આ વીડિયો…
ADVERTISEMENT