અમદાવાદ: ટેકનોલોજીના વધી રહેલા ઉપયોગ સાથે સાથે સાઈબર ક્રાઈમના બનાવો પણ સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના થલતેજમાં એક કંપની સાથે સ્વિમ સ્વેપ ફ્રોડની ઘટના બનવી છે. કંપનીના ડિરેક્ટરના મોબાઈલનો એક્સેસ મેળવીને ભેજાબાજોએ ગણતરીના કલાકોમાં જ ખાતામાંથી 1.2 કરોડ રૂપિયા ખાલી કરી નાખ્યા હતા. સમગ્ર મામલે હવે કંપનીના મેનેજરે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
કંપનીના ડિરેક્ટરનું સિમ સ્વેપિંગ કરી છેતરપિંડી
વિગતો મુજબ, અમદાવાદમાં આવેલી કલેક્ટ્રવ ટ્રેડ લિન્ક્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર પ્રકાશ મહેતા છેલ્લા 15 વર્ષથી વોડાફોન-આઈડિયાનું સિમ કાર્ડ વાપરે છે. ગત 11 માર્ચના રોજ ટેલિકોમ કંપનીએ કંપનીના ઓફિશિયલ ઈમેઇલ આઈડી પર એક મેઇલ મોકલ્યો હતો. જેમાં કંપનીના ડિરેક્ટર પ્રકાશ મહેતા દ્વારા સિમ બદલવાની રિક્વેસ્ટ મોકલાઈ હોવાનો ઉલ્લેખ હતો. જોકે તેમણે આવી કોઈ રિક્વેસ્ટ કરી નહોતી. આ બાદ 13મી માર્ચે કંપનીના બે એકાઉન્ટન્ટે બેંક ખાતાની તપાસ કરતા તેમાં 1.2 કરોડ રૂપિયા ઉપડી ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું. ચાર કલાકમાં જ 22 જેટલા ટ્રાન્ઝેક્શનો દ્વારા 1.2 કરોડ રૂપિયાનું ટ્રાન્સફર જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા.
ભેજા બાજો કેવી રીતે આચરે છે છેતરપિંડી?
જે બાદ તેમણે સાયબર ક્રાઈમમાં સમગ્ર મામલાની જાણ કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારી મુજબ, ભેજાબાજો ફિશિંગ, વિશિંગ અને સ્મિશિંગ દ્વારા વ્યક્તિગત માહિતી મેળવી લે છે. આ બાદ તેનો ઉપયોગ ડુપ્લીકેટ સિમ કાર્ડ જારી કરવા કરે છે અને કારણ તરીકે મોબાઈલ ખોવાઈ જવો અથવા સિમકાર્ડ ખરાબ થઈ ગયું હોવાનું કહેવાય છે. નવું કાર્ડ આવતા જૂનું બંધ થઈ જાય છે અને પછી ભેજાબાજો તેમનો ખેલ શરૂ કરે છે.
ADVERTISEMENT