અમદાવાદ: અમદાવાદ RTO દ્વારા ઘણીવાર VIP નંબરોની હરાજી કરવામાં આવે છે. જેમાં મનપસંદ નંબર મેળવવા માટે વાહન ચાલકો લાખોની બોલી લગાવતા હોય છે. ત્યારે શહેરમાં એક બિઝમેસ મેન દ્વારા બે ખાસ નંબર મેળવવા માટે રૂ.44 લાખની તોતિંગ બોલી લગાવવામાં આવી હતી. ઓડી Q5 અને ફોર્ચ્યુનર કાર માટે બિઝનેસ મેને 22.81 લાખ અને 22.08 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. જ્યારે આ બંને કારની મળીને કિંમત 1 કરોડ રૂપિયા થાય છે.
ADVERTISEMENT
બિઝનેસમેને 0007 અને 0009 નંબર હરાજીમાં ખરીદ્યા
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મિહિર દેસાઈએ તાજેતરમાં જ Audi Q5 અને ફોર્ચ્યુનર કાર ખરીદી હતી. બંને કાર માટે તેમણે 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં RTO દ્વારા મનપસંદ નંબરોની હરાજી કરવામાં આવી હતી. RTO દ્વારા GJ જેમાં તેમણે 0007 અને 0009 નંબર ખરીદ્યા હતા. આ બંને નંબર ખરીદવા પાછળ તેમણે હરાજીમાં 44 લાખ રૂપિયાની બોલી લગાવી હતી.
RTOને મહિનામાં 1.33 કરોડથી વધુની કમાણી
ખાસ વાત એ છે કે, RTOની ઓનલાઈન હરાજીમાં અન્ય લોકો પણ હતા, જે આ નંબર માટે બોલી લગાવી રહ્યા હતા, પરંતુ મિહિર દેસાઈએ એવો આંકડો લગાવ્યો કે અન્ય કોઈ બીડર તેની આગળ બોલી ન લગાવી શક્યો. આખરે તેમને મનપસંદ 0007 અને 0009 નંબર મળી ગયા. નોંધનીય છે કે, RTOને આ મહિનામાં મનપસંદ નંબરોની હરાજી દ્વારા જ 1.33 કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ ગઈ છે.
ADVERTISEMENT