અમદાવાદઃ મેમનગરના BRTS બસ સ્ટેન્ડ પાસે અચાનક એક બસના એન્જિનમાંથી ધુમાડા નિકળવાનું શરૂ થઈ ગયું હતું. આ દરમિયાન ગણતરીની સેકન્ડમાં બસમાં આગ લાગી અને જ્વાળાઓથી લપેટાઈ ગઈ હતી. જોકે ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી તાત્કાલિક પેસેન્જરોને બહાર ઉતારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન આગ પર કાબૂ મેળવવા માટે 3 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT
RTOથી મણિનગર જતી બસમાં આગ લાગી
મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર સવારે 8.30 વાગ્યાની આસપાસ બસ બંધ પડી ગઈ હતી. આ દરમિયાન અચાનક એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જોકે આ દરમિયાન ડ્રાઈવરે સમયસૂચકતા દાખવીને તમામ દરવાજા ખોલી દીધા હતા. જેના પગલે મુસાફરો બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન જોતજોતામાં બસમાં અચાનક આગ ફાટી નીકળી અને જોતજોતામાં આગના કાળા ડિબાંગ ધુમાડાઓથી સ્ટેન્ડ ઘેરાઈ ગયું હતું. જોકે આ દરમિયાન પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
દુર્ઘટનામાં જાનહાનિ ટળી
BRTSનું બસ સ્ટેન્ડ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હોત પરંતુ ફાયર બ્રિગેડની ટીમ સમયસર અહીં આવી પહોંચતા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જેના પગલે હવે બસ સ્ટેન્ડને પણ ઓછુ નુકસાન પહોંચ્યું હતું.
ADVERTISEMENT