‘ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહીં’: અમદાવાદ પોલીસે સ્ટંટબાજો સામે શરૂ કર્યું નવું કેમ્પેઈન

ગોપી ઘાંઘર.અમદાવાદઃ અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી જુનૈદ મિર્ઝા, અમદાવાદના પોશ રોડ પર સામાન્ય કાન પકડીને ઉઠક બેઠક કરી રહ્યો હતો. રાત્રે તેના જન્મદિવસે અમદાવાદના સિંધુભવન…

gujarattak
follow google news

ગોપી ઘાંઘર.અમદાવાદઃ અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી જુનૈદ મિર્ઝા, અમદાવાદના પોશ રોડ પર સામાન્ય કાન પકડીને ઉઠક બેઠક કરી રહ્યો હતો. રાત્રે તેના જન્મદિવસે અમદાવાદના સિંધુભવન રોડ પર બેફામ ડ્રાઈવિંગ કરવાના આરોપમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેજ પોશ વિસ્તારમાં જ્યાં સ્ટંટ કર્યા હતા ત્યાં એ જ જગ્યાએ ઉઠક બેઠક કરાવી હતી. અહીં તેણે તેના મિત્રો સાથે હંગામો મચાવ્યો. હાથમાં બોર્ડ પકડવાની સાથે તેનો ફોટો પણ વાયરલ થયો છે, જેના પર લખ્યું હતું કાર મારા બાપની છે, પણ રસ્તો નથી.

Jawan Teaser Exclusive: પહેલીવાર પડદા પર ટકલુ દેખાયો શાહરુખ, જવાનના ટિઝરનો એક્સક્લુઝીવ ખુલાસો

સ્ટંટ કરવાના મામલામાં મિત્રોની પણ ધરપકડ
અમદાવાદમાં બર્થડેની ઉજવણીના મદમાં યુવા વર્ગ છેલ્લા કેટલાક સમયથી પોતાના અને અન્યોના જીવને જોખમમાં મુકતો થયો છે. આ મામલામાં પણ પોલીસે હવે શખ્ત કર્યવાહી હાથ ધરતા જુનૈદ મિર્ઝાની ધરપકડ કરી હતી. તેના અન્ય ત્રણ મિત્રોની ધરપકડ થઈ ચૂકી છે. DCP ઝોન-7 ભગીરથસિંહ જાડેજા અને તેમની ટીમે આ કેસને ઉકેલવા માટે 5 મહિના સુધી મહેનત કરી છે. હકીકતમાં, અમદાવાદના સિંધુભવન રોડ પર અવારનવાર આવી ફરિયાદો આવે છે કે મોટા વાહનો લઈને, સ્પોર્ટ્સ બાઈક્સ કે અન્ય ટુવ્હીલર લઈને ધનિક પિતાના બાળકો આવે છે અને બેફામ ડ્રાઇવિંગ કરે છે. તેમના સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને પોસ્ટ કરે છે. જે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તાર અમીર પરિવારોના બગડેલા બાળકો માટે ગુંડાગીરીનું કેન્દ્ર બની ગયું છે.

    follow whatsapp