અમદાવાદઃ કોઈને લગ્નનું વચન પુરુ કરાવવા બળાત્કારના કેસથી દબાણ કરવાની કોઈ રીત નથી તેવું કહીને અમદાવાદની સેશન્સ કોર્ટ દ્વારા બળાત્કારના એક કેસમાં આરોપી બેન્ક કર્મચારીને નિર્દોષ મુક્ત કર્યો છે. કોર્ટે પોતાના અવલોકનમાં મેળવ્યું કે બેન્ક કર્મચારીએ જેની સાથે લગ્ન કરવાના હતા તેની સાથે લગ્ન પરિવારની સંમતી ન હોવાથી કર્યા નહીં. પરિવાર એટલે સંમત ન્હોતો કે તે મહિલાને પહેલાથી જ બે બાળકો હતા. સમગ્ર મામલો બાદમાં કોર્ટ સુધી પહોંચ્યો હતો.
ADVERTISEMENT
પરિવારે લગ્નની ના આપી મંજુરી
અમદાવાદના ભાવેશ પટેલ નામના યુવકે પરિવારને 2020માં એક મહિલાને મળાવી અને પોતે તેની સાથે લગ્ન કરવા માગતો હોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે પરિવારને જાણકારી મળી હતી કે મહિલાને પહેલાથી જ બે સંતાનો છે. પરિવાર આ લગ્નની સંમતિમાં ન્હોતો. જે પછી ભાવેશે તે મહિલાને કહ્યું કે પોતે હવે તેની સાથે લગ્ન કરી શકશે નહીં. આ મામલામાં મહિલાએ તેની સામે લગ્નનું વચન આપ્યા બાદ બળાત્કાર અને છેરપીંડી કર્યાનો આરોપ લગાવી ફરિયાદ કરી હતી.
કાનભાએ જ પોલીસ સામે વટાણાં વેર્યાઃ પોલીસ કેવી રીતે પહોંચી રૂ.38 લાખ ભરેલી બેગ સુધી
લોન લેવામાં મદદ કરતાં પ્રેમ થયો
આ મહિલાના લગ્ન 1999માં થયા હતા જેમાં તેને બે સંતાન થયા હતા. ભાવેશે તેને લોન મેળવવામાં મદદ કરી અને તે પછી બંને વચ્ચે સંબંધો પાંગર્યા હતા. ફરિયાદ પ્રમાણે ભાવેશે મહિલાને પતિ પાસે છૂટાછેડા લેવા કહ્યું, કે જેથી તે બંને લગ્ન કરી શકે. 2017માં મહિલાએ છૂટાછેડા લીધા. આ તરફ ભાવેશ બે વર્ષના સંબંધો પછી ફરી ગયો. મામલો કોર્ટમાં પહોંચ્યો. જેમાં એડી. સેશન્સ કોર્ટના જજ અમનદીપ સિબીએ જાણ્યું કે, મહિલાના લગ્નનું ખોટું વચન આપી શરીર સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવ્યાના આરોપ નકાર્યા હતા.
કોર્ટે શું કહ્યું
કોર્ટે કહ્યું કે, મહિલાના રૂ. 100ના સ્ટેમ્પ પર છૂટાછેડા માન્ય નથી અને ભાવેશ સાથે તેના લગ્ન શક્ય ન્હોતા. 2017માં કથિત ઘટનાઓ વખતે પરિણીતાની ઉંમર 36 વર્ષની હતી. તે વખતે તે કોઈ વ્યક્તિ સાથે શરીર સંબંધ માટે એટલી પણ ભોળી ન હોઈ શકે. સંબંધ બાંધનારી પરિણીતા એવું ના કહી શકે કે લગ્નનું વચન આપી છેતરપીંડી કરી છે કારણ કે મહિલાના લગ્ન તેની સાથે છૂટાછેડા ન થયા હોવાને કારણે સંભવ નથી. ભાવેશ તેણીને માતા-પિતા પાસે લઈ ગયો અને લગ્નનો પ્રસ્તાવ પણ મુક્યો હતો. પણ પરિવાર માન્યો ન્હોતો. તો આ સંજોગોમાં ભાવેશે તેને છેતરી છે તેવું કહી શકાય નહીં. કોર્ટે ભાવેશને નિર્દોષ છોડ્યો અને કહ્યું, આઈપીસીની 376 કલમ કેસ કરવો લગ્નના વચચને લાગુ કરવાની કોઈ રીત નથી.
ADVERTISEMENT