અમદાવાદઃ અમદાવાદમાં એક યુવકે મોજ શોખ માટે એટીએમ તોડવાના પ્રયત્નો કર્યા હતા. સમગ્ર ઘટના એટીએમમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરીને આ શખ્સને દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે મોજ શોખ પુરા કરવા એટીએમ તોડવું શખ્સને ભારે પડી ગયું હતું અને હવે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધી મણિપુરના પ્રવાસે જશે, બે મહિનામાં 120 લોકો ગુમાવી ચુક્યા છે જીવ
એટીએમ તોડતા ના આવડ્યું અને પકડાઈ ગયો
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં શાનુ કુરેશી નામના એક શખ્સે એટીએમ મશીનમાંથી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે. આ શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. તે સવારે નારોલ પાસેના એસબીઆઈના એટીએમને તોડવાનો પ્રયાસ કરતો હતો જેમાં તેણે ઘણી મથામણ કરી પરંતુ તે રૂપિયા ચોરી શક્યો ન્હોતો. આખરે સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ થઈ હતી અને શાનુ ઝડપાઈ ગયો હતો. શાનુ હવે પોલીસના સકંજામાં છે અને તેને હવે આ નિષ્ફળ પ્રયાસને લઈને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
પોલીસે તેને પકડી પાડ્યો હતો ત્યારે પોલીસે તેને ચોરી કરવા પાછળ કારણ શું હતું તે જાણવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે શાનુ મોજશોખ માટે ચોરી કરવા ગયો હતો. જોકે તેને એટીએમ તોડતા આવડ્યું નહીં અને તે તેમાં નિષ્ફળ રહેતા તે ત્યાંથી ભાગી ગયો હતો.
ADVERTISEMENT