Ahemdabad: પ્રેમ લગ્ન અને બે સંતાન બાદ પતિએ રાખ્યા બીજે સબંધ કહ્યું, સારી રીતે રહેવું હોય તો તારા માતા-પિતાના ઘરેથી દહેજ લઇ આવ

Ahemdabad: રાજ્યમાં ઘરેલુ હિંસાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. લગ્નમાં પત્ની દહેજ ન લાવતી હોવાથી પતિએ…

gujarattak
follow google news

Ahemdabad: રાજ્યમાં ઘરેલુ હિંસાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. લગ્નમાં પત્ની દહેજ ન લાવતી હોવાથી પતિએ બીજી સ્ત્રી સાથે સબંધ બાંધ્યો. હવે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અમદાવાદમાં યુવતીના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેને તેવા સંબંધો ન રાખવાનું કહેતા પતિએ માર માર્યો હતો. બાદમાં તું દહેજ નથી લાવી એટલે આવું તો રહેવાનું, તેમ કહી પતિએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અંતે યુવતીએ તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઘરેલુ હિંસાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બે બાળકના પિતા બન્યા બાદ પતિએ અન્ય સ્ત્રી સાથે સબંધ રાખ્યો. એક વાર પત્ની પાસે માફી માંગી ફરીથી અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતા પકડાતા પત્નીએ આ મામલે પતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તું દહેજમાં કાંઇ લાવી નથી એટલે આવું તો રહેવાનું
શહેરના વટવા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી 2016માં પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ વર્ષ 2017 અને 2019માં સંતાનને જન્મ થયો. પણ એકાદ વર્ષ પહેલા યુવતીને જાણવા મળ્યું કે, તેના પતિને બીજી સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધ છે. જે બાબતે યુવતીએ તેના પતિને પૂછતા તેનો પતિ આવેશમાં આવી ગયો હતો.માર મારી તું દહેજમાં કાંઇ લાવી નથી એટલે આવું તો રહેવાનું, કહીને ત્રાસ આપવા લાગ્યો હતો. સારી રીતે રહેવું હોય તો તારા માતા-પિતાના ઘરેથી દહેજ લઇ આવ. આમ આ ઘટનાની જાણ યુવતીએ તેમના ઘરે કરી હતી અને મામલો થાળે પડ્યો હતો. પતિએ એક વાર પત્ની પાસે માફી માંગી હતી.

આ પણ વાંચો: Banaskantha: લગ્નનો ઉત્સવ માતમમાં ફેરવાયો, રસોડામાં ગેસનો બાટલો ફાટતાં એકનું મોત

અંતે નોંધાવી પોલીસ ફરિયાદ
એક વાર માફી માંગ્યા બાદ પતિ તેમની હરકતો થી બહાર ન આવ્યો અને ફરી અન્ય સ્ત્રી સાથે સબંધ રાખ્યો હતો. આ સબંધની ફરીથી તેમની પત્નીને જાણ થતાં જેથી અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવાની ના પાડતા પતિએ પત્નીને ફટકારી હતી. ત્યારે હવે આ મામલે પતિ સામે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp