Ahmedabad: ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા શિક્ષિકા સામે એક્શન, મામલતદારના હુકમથી પોલીસે કરી ધરપકડ

Ahmedabad News: અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા શિક્ષિકાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Ahmedabad News

ચૂંટણી કામગીરીમાં ન જોડાતા શિક્ષિકાની ધરપકડ

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને ધરપકડ

point

ચૂંટણીની કામગીરી ન જોડાતા કરાઈ ધરપકડ

point

મામલતદારના હુકમના આધારે પોલીસે ધરપકડ કરી

Ahmedabad News: અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા શિક્ષિકાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મામલતદારના હુકમના આધારે પોલીસે ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાની ધરપકડ કરી છે. શિક્ષિકાને કે.કે નગર ઘાટલોડિયા પાસે BLOની કામગીરી સોંપવામાં આવી હતી. જોકે, તેઓ ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ કારણે અમે કામગીરી ન સ્વીકારીઃ શિક્ષિકાના પતિ

આ અંગે શિક્ષિકાના પતિએ જણાવ્યું કે, મહિલાને BLOની કામગીરી સોંપવામાં આવી હતી અને ગુજરાત નિર્વાચન આયોગનો પત્ર છે કે કોઈ મહિલાને અનિવાર્ય સંજોગોમાં જ BLOની કામગીરી સોંપવી. ગુજરાત નિર્વાચનનો પત્ર છે કે મહિલાને ગમે ત્યાં મુકવી નહીં, જ્યાં તેમનો મત વિસ્તાર છે ત્યાં જ મુકવી. તેથી અમે નિર્વાચન આયોગના પત્રને જોડીને રજૂઆત કરી હતી કે અમને આ કામગીરી ન આપો. જો કામગીરી આપો તો અમારા મત વિસ્તારમાં જ કામગીરી આપો. છતાં પણ તેમણે દૂરના સ્થળે કામગીરી આપી છે. તેના કારણે અમે આ કામગીરીનો અસ્વીકાર કર્યો છે. 

'કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં પણ જઈશું'

તેઓએ જણાવ્યું કે, આખા ગુજરાતમાં આ પહેલો કેસ છે, જ્યારે મહિલા શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે. અમે લેખિતમાં આધાર પૂરાવા સાથે રજૂઆત કરી છે. આ બાબતે અમે સંઘની અંદર રજૂઆત કરીશું અને જો કોર્ટમાં જવાની જરૂ પડે તો અમે કોર્ટમાં  પણ જઈશું. 

મામલતદારને કરાઈ હતી રજૂઆતઃ શિક્ષિકા

આ મામલે શિક્ષિકાએ જણાવ્યું કે, હું ગોતા વિસ્તારમાં રહું છું અને મને કે.કે નગર ઘાટલોડિયામાં જવાબદારી સોંપી છે. મેં મામલતદારને રજૂઆત કરતા કહ્યું હતું કે હું કામગીરી સ્વીકારવા તૈયાર છું, મને મારા નજીકના વિસ્તારમાં કામગીરી આપવામાં આવે. છતાં મને દૂરના વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવી. જેથી મેં તેનો અસ્વીકાર કર્યો છે. હાલ પોલીસની ગાડી મારી ધરપકડ કરવા માટે આવી છે. તા ઘાટલોડીયા  મામલતદારના હુકમના આધારે પોલીસ ધરપકડ કરવા પહોંચી છે. 

ઈનપુટઃ અતુલ તિવારી, અમદાવાદ
 

    follow whatsapp