નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ પોલીસ તંત્ર સાબદુ બન્યુ છે અને વાહન ચાલકોની ઘનિષ્ટ તપાસ હાથ ધરી બેફામ વાહનો હંકારતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજપીપળા નગરમાં ટાઉન પોલીસ દ્વારા આજે સવારથી જ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે પોલિસે લાલ આંખ કરી છે.
ADVERTISEMENT
રાજકોટઃ તાજીયામાં 20 લોકોને કરંટની ઘટનાને લઈને શક્તિસિંહે વ્યક્ત કર્યો શોક
ત્રણ દિવસમાં 1963ને પકડાવ્યા મેમા
રાજપીપળાના રાજરોક્ષી ટોકીજ આંબેડકર ચોક પાસે, સફેદ ટાવર, જકાત નાકા, અવધૂત મહારાજ મંદિર અને જિલ્લાની દરેક અવર જવર રસ્તા પર નાકાબંધી કરી સઘન ચેકીંગ કરવામાંઆવ્યું હતું. ત્યારે 3 દિવસમાં જિલ્લા પોલીસે ઝડપી વાહનો વાળા 36 ચાલકોને અને નશો કરી ચલાવતા 42 ચાલકો સામે ગુના નોંધ્યા છે. આમ કુલ 1963 જેટલા મેમા ફાડી કેસ કરી અકસ્માત ન થાય માટે પોલિસે મેમાં આપતા રાહદારીઓમાં ફફડાટ ફેલાયો છે. હજુ આ કામગીરી ચાલુ છે. ત્યારે DSP એ પણ નર્મદા વાસીઓને અપીલ કરી છે કે વાહનો ધીમે ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આવે તો કોઈ મોટી ઘટના ન થાય.
ADVERTISEMENT