અમદાવાદઃ ‘મને અકસ્માતની જાણકારી મળી એટલે હું ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યો, ત્યાં મારા દીકરાને લોકો મારી રહ્યા હતા. તેને માથામાંથી લોહી નીકળતું હતું. એટલે હું તેને ત્યાંથી લઈને નીકળી ગયો. તે સમયે મને કોઈ બીજો ખ્યાલ આવ્યો નહીં. મારા દિકરા પાસે લાયસન્સ પણ છે. હું કોર્ટના આદેશને અનુસરવા તૈયાર છું’- આ શબ્દો છે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોને ફંગોળી તેમના જીવ લઈ લેનારા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જ્યાં પિતા તરીકે બે ઘડી તેમનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું ત્યાં આ 9 જીવ ગયા તે પરિવારોની સ્થિતિનું વર્ણન પણ ખુદ પ્રજ્ઞેશ પટેલે જાતે કરી લેવું જોઈએ. આ નિવેદનથી પણ ચોંકાવનારું નિવેદન તો વકીલનું છે.
ADVERTISEMENT
તથ્ય સાથે ત્રણ યુવતીઓ હતીઃ પ્રજ્ઞેશ પટેલ
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ કહે છે કે, તે રાત્રે 11 વાગ્યે કેફે જવા માટે ઘરેથી નીકળ્યો હતો. જે તે સમયે અકસ્માત થયો ત્યારે કારમાં તેના મિત્રો તેની સાથે હતા. તેમાં ત્રણ યુવતીઓ હતી. પોલીસ સામે નિવેદન આપવા પણ તૈયાર છે. પોલીસનો ફોન આવશે ત્યારે તે પોલીસ મથકે આવશે.
ગુજરાતમાં યોજાશે FilmFare એવોર્ડ્સ 2024: MoU થયા સાઈન
રોડ વચ્ચે લોકોનું ટોળું થયું હતુંઃ વકીલ
વકીલનું નિવેદન તો પ્રજ્ઞેશ પટેલના નિવેદન કરતા પણ ચોંકાવનારું હતું. અકસ્માતના સ્થળે લોકોના ટોળા થયા તેના પર વકીલે બધું ઢોળવાનો પ્રયત્ન કર્યો હોય તેવું દેખાઈ રહ્યું હતું. જોકે સમગ્ર ઘટનામાં હવે કોર્ટમાં શું થાય છે તેના પર લોકોની આશાઓ વધારે છે. આરોપી પક્ષના વકીલ નિશાર વૈધ કહે છે કે, કારની સ્પીડ 160 ન્હોતી, રોડની વચ્ચે જ થાર અને ટ્રક ઊભી હતી. લોકોનું ટોળું રોડની વચ્ચે ભેગું થઈ ગયું હતું. ટ્રાફિક હતો અને વરસાદ પણ ચાલુ હતો. પોલીસની તપાસમાં બધું જ બહાર આવશે. અમે પોલીસને સહકાર આપવા તૈયાર છીએ.
ADVERTISEMENT