અમદાવાદ: ગુજરાતના કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના અવસાન બાદ તેનો રાજકીય વારસો કોણ સંભાળશે તે ચર્ચાનો વિષય છે. અહેમદ પટેલ બાદ તેમની પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ સતત ચર્ચામાં છે આ દરમિયાન ફૈઝલ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. ત્યારે આજે હવે તેમણે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલ સાથેની તસવીર શેર કરતાં રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણી પહેલા એક તરફ ભાજપ એક્ટિવ મોડ પર જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ ભાજપ હવે કોઈ પણ સમીકરણ તૈયાર કરી અને લોકસભાની તમામ બેઠકો પર ત્રિજી વખત જીત હાંસલ કરવા અને વિપક્ષના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવાની રણનીતિ ઘડી રહ્યું છે. આ દરમિયાન હવે ગુજરાત કોંગ્રેસના ચાણક્ય ગણતાં સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની પાટિલ સાથેની મુલાકાત ચર્ચાનો વિષય બન્યો છે. ફૈઝલના ટ્વિટર પર પાટિલ સાથેની મુલાકાતના ફોટા પણ શેર કરવામાં આવ્યા છે. જોકે આ મામલે ફૈઝલ પટેલને ફોન કરતાં તેમણે ફોન ઉઠાવ્યો નથી. પરંતું જો ફૈઝલ પટેલ લોકસભાની ચૂંટણી પહેલા જો ભાજપમાં જોડાઈ તો ચોક્કસપણે રાજકીય સમીકરણો બદલાશે.
મુમતાઝ પટેલે કર્યો ખુલાસો
ફૈઝલ અને પાટિલની મુલાકાતને લઈને અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે જણાવ્યું કે, આ મુલાકાતને ગંભીરતાથી લેવાની જરૂર નથી. ત્યારે થોડા સમય પહેલા પણ ફૈઝલ પટેલ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. જોકે ત્યાર બાદ કોઈ પક્ષમાં જોડાવા અંગે જાહેરાત કરવામાં આવી ન હતી.
ADVERTISEMENT