અમદાવાદ: રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં હવે ગેરઉપયોગ વધુ થઈ રહ્યો છે. તેમ લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. પોલીસ નશાખોર અને ગુણખોરો સામે લડત લાધિ રહી છે. પણ જાણે બુઠી તલવારથી લડી રહ્યા હોય તેમ ગુનાઓ સમે આવી રહ્યા છે. અમદાવાદમાં નશો કરવા માટે પુર્વ પતિએ પત્નિના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપીને ત્રણ લાખ રૂપિયાની માંગણી કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદમાં છ મહિના પહેલા પતિ પત્નિ વચ્ચે છૂટાછેડા થયા હતા. જે બાદ યુવતી તેના પુત્રને લઇને પિયર આવી ગઇ હતી. પુર્વ પતિ અવારનવાર યુવતીને ફોન કરીને ગાળો બોલતો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. શાહઆલમ વિસ્તારમાં રહેતા 61 વર્ષિય પુરુષે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં જમાઇ વિરૂદ્ધ ધમકીની ફરિયાદ નોંધાવી છે.
યુવતીના પિતા શાહઆલમ ટોલનાકા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના પરિવારમાં તે , તેની પત્નિ, દીકરો અને ત્રણ દીકરી છે. તેમની સૌથી નાની દીકરી ના લગ્ન વર્ષ 2008માં સુરતમાં રહેતા અઝીમ શેખ સાથે થયા હતા. લગ્ન બાદ લગ્ન બાદ યુવતીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ ધીમેધીમે યુવતીને ખબર પડી હતી કે, તેનો પતિ ડ્રગ્સનો નશો કરવા માટે ટેવાયેલો છે. અનેક વખત પત્ની પાસે રૂપિયાની માંગણી કરીને મારઝુડ કરતો હતો.
Murder: નડિયાદમાં મહિલાની જાહેરમાં હત્યા, પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી?
ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ યુવતીનું જીવન બદતર થઇ જતા 6 મહિના પહેલા તેણે પતિ સાથે તલાક લઇ લીધા હતા. યુવતી હાલ તેના પિયરમાં માતા પિતા સાથે રહે છે. ત્યારે જાન્યુઆરી મહિનામાં યુવતીને તેમના પતિએ ફોન કરીને મળવા માટેનું દબાણ શરૂ કર્યુ હતું. વાત એટલી હદે વકરી કે યુવક તેને લેવા માટે આવ્યો હતો. અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સાથે યુવકે પોતાની જ પત્નીને તેના ફોટોગ્રાફ્સ વાયરલ કરવાની ધમકી આપીને ત્રણ લાખ રૂપિયાની પણ માંગણી કરી હતી. જોકે, રૂપિયા નહીં આપતા રેશ્માને અઝીમ ફોન પર ગાળો બોલતો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. થોડા દિવસ પહેલા પણ અઝીમ રેશ્માના ઘરે પહોચી ગયો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT