અમદાવાદ: ગુજરાતમાંથી વિદેશ જઈ અને કમાવવાનો ભારે મોહ લોકોને જાગ્યો છે. આ સાથે જ વિદેશ રહેવું એક ક્રેઝ બની ચૂક્યો છે. વિદેશ જવાના મોહમાં ગેરકાયદે કામ કરવા પણ ખચકાતાં નથી. અને જીવનું પણ જોખમ ખેડી લેતા હોય છે. ત્યારે એજન્ટો પણ વિદેશ જવાની ઈચ્છા રાખનાર સાથે છેતરપિંડી કરતાં હોય છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં રહેતો એક યુવક વિદેશ જવા માગતો હતો. એટલે તેણે સાણંદમાં રહેતા એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. આ એજન્ટે તેને એવો વાયદો આપ્યો હતો કે વિવિધ દેશના વિઝા લીધા બાદ અમેરિકાના વિઝા મળશે.એજન્ટે યુવકના પાસપોર્ટ પર અરાઈવલ અને ડિપાર્ચરના સિક્કા મારી દીધા હતા. જો કે, તપાસમાં ભાંડો ફૂટ્યો અને અમદાવાદના એરપોર્ટ પોલીસ મથકે આખરે ફરિયાદ નોંધી આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ગુજરાતના લોકોને આજકાલ લોકોને વિદેશ જવાનો ભારે મોહ છે. ખાસ કરીને કેટલાંક ગુજરાતીઓ ગમે તેમ કરીને વિદેશ જવા માગતા હોય છે. કબૂતરબાજીના પણ અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. કેટલાંક એજન્ટો પણ વિદેશ જવા ઈચ્છુકોને પોતાની જાળમાં ફસાવીને લાખો કરોડો રુપિયાની છેતરપિંડી આચરતા હોય છે. ત્યારે અમદાવાદનો વધુ એક યુવક રવિ મુકેશ સરવૈયા ભોગ બન્યો છે. રવિ સાણંદમાં રહેતા દિપેન કાંતિભાઈ પટેલ નામના એજન્ટનો સંપર્ક કરી આપ્યો હતો. બંને વચ્ચે આ મુદ્દે વાતચીત થઈ. ત્યારે એજન્ટે એવું કહ્યું કે, અલગ અલગ દેશના વિઝા લઈએ એ પછી અમેરિકાના મળે. એજન્ટ દિપેન ફાસ્ટ ટ્રેક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામથી વિઝા કન્સલ્ટિંગનું કામ કાજ કરે છે.
આ કારણે રવિ સરવૈયાને જવું હતું વિદેશ
રવિ રાણીપ વિસ્તારમાં ભાવેશ આહિર ઉર્ફે રોકીભાઈના મુંબઈ રોકર્સ નામના ડાન્સ ક્લાસીસમાં જોડાયો હતો. ભાવેશે પહેલાં વડોદરામાં પણ ડાન્સ પ્રોગ્રામ કર્યો હતો. એટલે તેની ઓળખાણ પણ એજન્ટ દિપેન પટેલ સાથે થઈ હતી. એટલું જ નહી દિપેને તેના કેટલાંક સ્ટૂડન્ટ્સને રાણીના આ ડાન્સ ક્લાસમાં પણ મોકલી આપ્યા હતા. જેમાં રવિ સરવૈયા પણ સામેલ હતો. રવિએ કેટલાંક ગ્રુપ સાથે ડાન્સ પ્રોગ્રામ પણ કર્યા હતા. એ પછી કેનેડામાં જ આવો એક ગ્રુપ ડાન્સ કરવાનું આયોજન થયુ હતુ. જો કે, ગ્રુપના કેટલાંક જ સ્ટૂડન્ટ્સને વિઝા મળ્યા હતા. રવિને વિઝા મળ્યા ન હોવાથી તે પ્રયાસ કરી રહ્યો હતો. એટલે તે દિલ્હીથી કેનેડા જવા માટે નીકળ્યો હતો. આ સમયે દિલ્હી એરપોર્ટ પર ઈમિગ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે, વિઝા પૂર્ણ થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. જે લોકો કેનેડામાં ગ્રુપ ડાન્સ કરવા માટે જવાના હતા તેમના વિઝા ભાવેશે દિપેન પટેલ પાસે કઢાવ્યા હતા.
એજન્ટ દિપેન પટેલના ત્યાં અશોક ખત્રી નામનો એક શખસ નોકરી કરે છે. જે વડોદરાથી અમદાવાદ આવતો જતો હતો અને પાસપોર્ટ કે અન્ય દસ્તાવેજો તે દિપેન પટેલ સુધી પહોંચાડતો હતો. ત્યારે રવિનો પાસપોર્ટ દિપેન પટેલ પાસે હતો. આ દરમિયાન જ લોકડાઉન આવી ગયુ હતુ. જેથી વિદેશ જવાનું શક્ય ન હતું. ઘણો સમય થઈ ગયા બાદ રવિ સરવૈયાએ પોતાનો પાસપોર્ટ પાછો માગ્યો હતો. ત્યારે ફેબ્રુઆરી-માર્ચ 2021 દિપેન પટેલે તેના કોઈ ઓળખીતા દ્વારા પાસપોર્ટ મોકલ્યો હતો. આ પાસપોર્ટ પર મુંબઈ એરપોર્ટના અરાઈવલ અને ડિપાર્ચરના સિક્કા લાગેલા હતા.જ્યારે રવિએ આ મામલે પૂછપરછ કરી તો સંદિપ નામના શખસે એવું કહ્યું કે, આ કામ દિપેન પટેલને સોંપવામાં આવ્યું હતું.
પરસપોર્ટ જોઇ રવિ પણ ચૌકી ઉઠ્યો
રવિએ જ્યારે તેના પાસપોર્ટ પર જોયેલા સિક્કાઓની ખરાઈ માટે તપાસ કરાવી તો તે ચોંકી ગયો હતો. દિલ્હી-મુંબઈ એરપોર્ટ પરથી ટ્રાવેલિંગ થયુ હોવાનું સામે આવ્યું હતું. રવિના પાસપોર્ટ પર ખોટા સિક્કા મારવામાં આવ્યા હતા. એ પછી ઘટસ્ફોટ થયો કે, પાસપોર્ટ પર બોગસ સિક્કા મારવામા આવ્યા હતા. જે બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. આ મામલે પોલીસે પણ ગુનો નોંધીને તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT