અમદાવાદ: રાજ્યમાં ઘરેલુ હિંસાના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અનેક વખત જીવલેણ સાબિત થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ પતિને ચપ્પુ મારી દેવાની ઘટના સામે આવી છે. ત્યારે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ADVERTISEMENT
ઓઢવ વિસ્તારમાં રહેતા અને એન્જીનીયર તરીકે કામ કરતાં વ્યક્તિએ પોતાની પત્ની વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું કે, લગ્ન બાદ તેની પત્ની બે ત્રણ વર્ષ સુધી સરખી રીતે રહી હતી. બાદમાં પોતાના રંગ દેખાડવાના શરૂ કર્યા તે ખુબ જ ગુસ્સાવાળી હોવાથી નાની-નાની વાતમાં તેની સાથે અને ઘરના સભ્યો સાથે બોલાચાલી ઝઘડા કરતી હતી. યુવકના સસરા પણ તેમની પુત્રીને કહેતા કે તારે સાસરીમાં કોઇથી ડરવાનું નથી બધાને કહી દેવાનું.
હવે કાઇ કહ્યું તો ગળા પર મારીશ ચપ્પુ
પતિ પત્ની રાત્રે સુવા માટે ગયા ત્યારે પણ તેણે ઝઘડો કરીને ફરિયાદીને બહારના રૂમમાં સુવડાવેલ અને તે અંદરના રૂમમાં સુઇ ગઇ હતી. વહેલી સવારે છ વાગ્યાની આસપાસ અચાનક જ તેની પત્નીએ આવીને ફરિયાદીના ડાબા ગાલ પર ચપ્પુ મારી દીધું હતું. અને ધમકી આપી હતી કે, આજે ગાલ પર માર્યું છે. હવે જો મને કંઇ કહેશો તો ગળા ઉપર મારી જાનથી મારી નાંખીશ. જોકે ફરીયાદીએ બુમાબુમ કરતાં તેના માતા-પિતા અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં.
ગાલ પર આવ્યા 24 ટાંકા
પત્નીએ મરેલ ચપ્પુના ઘા થી પતિ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઇજાગ્રસ્તને ગાલ પર 24 ટાંકા લેવામાં આવ્યા હતા. જ્યાં તેના પત્નીએ સગા સંબંધીઓને બોલાવી લીધી હતા. અને કહ્યું હતું કે ગઇ કાલે ઝઘડો થયો હતો. જેથી મને ગુસ્સો હતો અને ગુસ્સામાં મેં ગાલ પર મારી દીધું.
અનેતે નોંધાઈ ફરિયાદ
ફરિયાદીએ આ અંગે ફરિયાદ કરવાનું જણાવતા તેની પત્નીએ કહ્યું હતું કે હવે પછી આવું નહી થાય તેના પતિએ પણ જો ફરિયાદ કરશો તો મારી દીકરીની જીંદગી ખરાબ થઇ જશે. અને આ મામલો શાંત થયો હતો અને કોઈ ફરિયાદ થઈ ન હતી. જોકે સારવાર લીધા બાદ તેઓ ઘરે પહોચ્યા હતાં. અને બે ત્રણ દિવસ સુધી રોકાયા બાદ તેની પત્ની પિયર જતી રહી હતી. બાદમાં તે ફરિયાદી પર ખોટા કેસો કરી ફસાવાવની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT