નીતિન ગોહિલ, ભાવનગર: કોરોનાએ હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ચીનથી પરત ફરેલા ભાવનગરના એક 34 વર્ષ વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે. ચીનથી પરત ફર્યા બાદ વેપારીનો રેપિડ ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો. ચીનમાં જ્યારે કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટનો સબ વેરિએન્ટ BF.7ના કારણે ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. ત્યારે ભાવનગરનાં યુવાનને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમના ભાઈની 2 વર્ષની પુત્રીનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
ADVERTISEMENT
શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અને ચીનથી પરત આવેલા યુવાન બાદ તેમનાં ભાઈની પુત્રીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રેપીડ ટેસ્ટ બાદ RTPCR રિપોર્ટ પણ આવ્યા બંનેના પોઝીટીવ આવ્યા છે. હાલ યુવક અને તેમની પુત્રી ના સેમ્પલ લઈ ગાંધીનગર ખાતે તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ચીનથી પરત આવેલા યુવાન અને તેમના ભાઈની પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું છે.
કોરોના ટેસ્ટની સંખ્યા વધારવાની ભાવનગરમાં તંત્રને સૂચના
ભાવનગરમાં ચીનથી આવેલા વેપારી કોરોના સંક્રમિત થતાં વેપારી યુવાનને ક્વોરન્ટીન કરી RTPCR અને જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યાં છે. યુવાનના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ, ભાવનગર તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં કોવિડ ટેસ્ટની સંખ્યા વધારવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. હાલ આ યુવાન ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7થી સંક્રમીત છે કે કેમ તે જાણી શકાયું નથી પરંતુ ચીનમાં જે પ્રમાણે કેસ વધ્યા છે જેને જોતા તંત્ર કોઈપણ પ્રકારની ઢીલાશ ચલાવી લે તો તે જોખમી સાબિત થાય તેમ છે. જેના કારણે તંત્રમાં સતત દોડાદોડ જોવા મળી રહી છે. ત્યારે તેમના પરિવારના સભ્યો પણ સંક્રમિત થતાં તંત્ર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT