રાજકોટ : ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા વચ્ચે સમાધાન થઇ ચુક્યું છે. ત્યાર બાદ હવે સમાધાનનો દોર ચાલી રહ્યો છે. સહદેવસિંહ બાદ ભણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન થયું છે. ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો વિધાનસભા ચૂંટણી વખતે જોરદાર ગરમાયો હતો.
ADVERTISEMENT
ગોંડલ જુથ અને રિબડા જુથ વચ્ચે વાતાવરણ ઉગ્ર બન્યું છે
રાજકોટની ગોંડલ બેઠક પર વિધાનસભાની ચૂંટણી અગાઉ બે દરબારી ગ્રુપ વચ્ચે ટિકિટ મુદ્દે ભારે ખેંચતાણ થઇ હતી. ચૂંટણી પહેલા રીબડા જુથ રાજદીપસિંહ જાડેજા , સહદેવસિંહ અને જયંતિ ઢોલ માટે ટિકિટ માંગી હતી. જેની સામે જયરાજસિંહ અને તેમના દીકરા અને પત્ની માટે ટિકિટની દાવેદારી કરી હતી. ત્યાર બાદ આ સમગ્ર મામલો વિવાદિત થયો હતો.
ધીરે ધીરે રિબડા જુથના પગ નીચેથી જમીન ખસવા લાગી
જો કે વિવાદ બાદ સહદેવસિંહ જાડેજાને ક્ષત્રિય સમાજના પ્રમુખ પદેથી હટાવાયા બાદ રાજકારણ ગરમાયું હતું. જો કે આખરે ભાજપે ગીતાબાને ટિકિટ આપી. ગીતાબાનો વિજય પણ થયો. ત્યાર બાદ વિરોધીઓના સુર ઢીલા પડવા લાગ્યા હતા. હવે ધીરે ધીરે સમાધાન પણ થવા લાગ્યું હતું. રિબડા જુથ પણ હવે આ બાબતે શાંત પડી ગયું હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT