દિગ્વિજય પાઠક/વડોદરા : શહેરની એક મહિલાનો પીછો કરનાર 3 ઈસમોને શી ટીમે દબોચી લીધા છે. 3 યુવાનો રીક્ષામાં જતી યુવતીનો પીછો કરી પરેશાન કરતા હતા. જેના પગલે આ યુવતીએ બહાદુરી પુર્વક તે યુવકોનો વીડિયો ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેના પગલે પોલીસ હરકતમાં આવી હતી.
ADVERTISEMENT
વડોદરા ખાતે સોશિયલ મીડિયાનો વીડિયો વાયરલ કર્યો
વડોદરા ખાતે રહેતી એક યુવતીએ થોડા દિવસ અગાઉ સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં યુવતી રિક્ષામાં જઈ રહી હતી. દરમિયાન એક બાઈક ઉપર 3 જેટલા યુવાનો તેણીનો પીછો કરી રહ્યા હતા. અંદાજે 7 થી 8 કિમી સુધી યુવતીનો પીછો કર્યો હતો. વારંવાર તેની સામે જોઇને તેને પરેશાન કરતા હતા. દરમિયાન યુવતીએ હિંમત દાખવી આ રોડ રોમિયોનો વિડીયો બનાવી લીધો હતો.
વડોદરાની શી ટીમની સરાહનીય કામગીરી, યુવતીએ ઇન્કાર કર્યો છતા અટકાયતી પગલા ભર્યા
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે બાબતે વડોદરાની શી ટીમના ધ્યાન ઉપર આવતા તેઓએ બાઇકના નંબરના આધારે ત્રણેય રોડ રોમિયોની અટકાયત કરી લીધી હતી. યુવતીનો સંપર્ક કર્યો હતો. જો કે યુવતીએ આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે શી ટીમે યુવાનો સામે જાતે જ અટકાયતી પગલાં ભર્યા હતા. બાઈક ડિટેઇન કરી લીધી હતી. મહિલાઓ પોતાને સુરક્ષિત સમજે તે માટે શી ટીમ હંમેશા કાર્યરત છે.
ADVERTISEMENT