અમદાવાદ : ટમેટા બાદ હવે ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સામાન્ય નાગરિકોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે મધ્યમવર્ગને જ રડાવી રહી છે. છેલ્લા 4 દિવસમાં ડુંગળીની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. 15 રૂપિયા કિલો વેચાતી ડુંગળીની કિંમત હવે 20-25 રૂપિયા પાર પહોંચી ચુકી છે. આ પ્રકારે માત્ર 4 દિવસની અંદર જ ડુંગળીની કિંમતમાં 10 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
બીજી તરફ ડુંગળીના હોલસેલ ભાવની વાત કરીએ તો તેની કિંમત 25 ટકાનોવધારો થયો છે. ડુંગળીની સૌથી મોટી માર્કેટ લાસલગાવમાં શુક્રવારે તેનો રેટ 1300 રૂપિયા ક્વિન્ટલપહોંચી ગયો હતો. તેવામાં દુકાનદારોનું કહેવું છે કે, આગામી દિવસોમાં ડુંગળીની કિંમતમાં વધારો થઇ શકે છે. 27 જુને નાસિક માર્કેટમાં 1201 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ રહ્યો હતો. આગલા દિવસે તેની કિંમત 79 રૂપિયાનો વધારો નોંધાયો હતો. આ પ્રકારે 28 જુને ડુંગળીની કિંમત વધીને 1280 રૂપિયાથી વધીને 1300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગયા.
ટમેટાના ભાવન મોંઘા થતાની સાથે જ સામાન્ય જનતા પરેશાન થઇ ચુકી છે. લોકોનું કહેવું છે કે, આ પ્રકારે ડુંગળી, ટમેટા અને લીલી શાકભાજીની કિમતો વધતી રહી, તો આગામી દિવસોમાં તે મધ્યમવર્ગીય માણસની ડિશમાંથી ગુમ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મહારાષ્ટ્ર સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડુંગળીની બંપર પેદાશ થઇ હતી. ગત્ત ફેબ્રુઆરી દરમિયાન કિંમતો એટલી નીચે રહી હતી કે ખેડૂતો પોતાની પડત પણ કાઢી શક્યા નહોતા. બજારમાં ડુંગળી 1થી 2 રૂપિયાની કિંમતે વેચાવા લાગી હતી. તેવામાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકવાની શરૂઆત કરી દીધી હતી.
ADVERTISEMENT