VIDEO: પિક્ચર અભી બાકી હૈ...ક્ષત્રિયો હવે ખેલશે ખરો ખેલ! લોકસભાના પરિણામ બાદ થશે નવા-જૂની?

Gujarat Tak

22 May 2024 (अपडेटेड: May 22 2024 3:32 PM)

Lok Sabha Election: લોકસભા ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, એવામાં ગુજરાતના આ વખતના પરિણામ પર બધાની નજર રહેલી છે

 Kshatriya Samaj Andolan

Kshatriya Samaj Andolan

follow google news

Lok Sabha Election: લોકસભા ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, એવામાં ગુજરાતના આ વખતના પરિણામ પર બધાની નજર રહેલી છે. રાજ્યના રાજકારણમાં લોકસભાના પરિણામમાં આ વર્ષે ક્ષત્રિય ફેકટર ખૂબ જ મહત્વનો રોલ નિભાવશે એવું માનવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ કેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે લોકસભામાં એટલી એફિકેટ નથી પરંતુ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેનો કરંટ જોવા મળી શકે છે.  

ક્ષત્રિયોનું પીક્ચર અભી બાકી હૈ... ? 

ક્ષત્રિય સમાજના આંદોલનનો કરંટ હજુ પણ ઓછો આંકી શકાય તેવું નથી. આવનાર સમયમાં તે મોટુ નુકસાન કરી શકે છે.  રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, જેમાં ક્ષત્રિયો મોટી માત્રામાં નુકસાન કરી શકે છે. હાલ ક્ષત્રિય સમાજનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેનો કરંટ ફરી શરૂ થઈ શકે છે.  ભાજપ અત્યારથી જ તેના સોગઠાં ગોઠવવામાં વ્યસ્ત થઈ ગઈ છે. આવનાર સમયમાં શું કોંગ્રેસ ફરી આ તકનો ઉપયોગ કરીને બેઠી થશે ખરા? 

કેવી હશે મોદી 3.0ની સરકાર? Prashant Kishorએ કરી 4 જૂન બાદની મોટી ભવિષ્યવાણી!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 

લોકસભાના પરિણામ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એંધાણ છે. ગુજરાતમાં 4થી 5 મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી શકે છે.  હાલ પંચમાં અનામત બેઠકો અંગેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવનાર સમયમાં 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયતમાં ચૂંટણી થશે.  2 જિલ્લા પંચાયત અને 7 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવાની છે. છેલ્લા બે વર્ષથી ચૂંટણી થઈ જ નથી. 

લોકસભાના પરિણામ પર નિર્ભર? 

હજુ અનામત બેઠકોની પ્રક્રિયામાં 2 થી 3 મહિનાનો સમય લાગી શકે છે.  લોકસભાના પરિણામ સારા આવ્યા ચૂંટણી વહેલી યોજાઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં BJP ને મોટુ નુકસાન થશે તો બે-ત્રણ મહિના વધુ લંબાઈ શકે છે અને ડેમેજ કંટ્રોલ કર્યા બાદ ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનરનો કાર્યકાળ સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે. 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા ચૂંટણી થવાની અટકળો છે.


 

    follow whatsapp