ગાંધીનગર : ભાજપમાં પણ હવે કોંગ્રેસની જેમ જુથબંધી પોતાના ચરમપર છે. નેતાઓ એકબીજાની સાઇડ કાપવામાં બીના અનેક નેતાઓના ગળા કાપવા માટે પણ તૈયાર હોય છે. હાલમાં જ જુથબંધી હવે નેતાના સ્તર સુધી પહોંચી ચુકી છે. ભાજપમાં જિલ્લા કક્ષાએ ચાલી રહેલા વિવાદ કેબિનેટ મંત્રી સ્તર સુધી પહોંચ્યો છે. હાલમાં ઉત્તર ગુજરાતના બે જુથો કેબિનેટ મંત્રીના કાર્યાલયમાં ઝગડી પડ્યા હોવાનું સુત્રો ગણગણી રહ્યા છે. જિલ્લામાં પક્ષના મુદ્દાઓ પર રજુઆત કરવા માટે આવેલા બે જુથો એક જ સમયે બે મંત્રીની ચેમ્બરમાં ભેગા થઇ ગયા હતા. જેના પગલે બંન્ને જુથો વચ્ચે બોલાચાલી થઇ ગઇ હોવાની સુત્રોએ માહિતી આપી રહ્યા છે.
ADVERTISEMENT
અન્ય નેતાએ દરમિયાનગીરી કરતા સમગ્ર મામલો થાળે પડ્યો
સુત્રો અનુસાર ઉત્તર ગુજરાતના જ એક સિનિયર નેતાએ દરમિયાનગીરી કરતા બંન્ને જુથો શાંત પડ્યા હતા. ઉત્તરગુજરાતના આ જિલ્લામાં ભુતકાળમાં કેટલીક બાબતોને પગલે વિવાદ પેદા થયો હતો. આ બાબતે બંન્ને જુથો વચ્ચે મંત્રીજીની સામે જ શાબ્દિક ટપાટપી થઇ ગઇ હતી.
અઠવાડીયા પહેલા પીએમ મોદી સાથે બેઠકમાં પ્રદિપસિંહ હાજર રહ્યા હતા?
ભાજપના પ્રદેશ મહામંત્રી તરીકે પ્રદિપસિંહ વાઘેલાએ અચાનક રાજીનામું ધરી દીધું હતું. અંગત કારણોથી પ્રદિપસિંહ વાઘેલાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. પ્રદિપસિંહ વાઘેલાએ એક અઠવાડીયા પહેલા જ રાજીનામું ધરી દીધું હતું. જો કે પ્રદેશ સ્તરે આ વાતને સમર્થન મળતું નથી. એક અઠવાડીયા પહેલા જ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા. તેઓના રાજભવન ખાતેના રોકાણ દરમિયાન પ્રદિપસિંહ વાઘેલા સાથે મુલાકાત થઇ હતી. જે ખુબ જ સુચક છે.તેના થોડા જ સમયમાં પ્રદિપસિંહ વાઘેલાએ પ્રદેશ મહામંત્રી તરીકે રાજીનામું ધરી દીધું હતુ.
ADVERTISEMENT