અરવલ્લીઃ ગુજરાતમાં દિવસેને દિવસે હત્યા અને ક્રાઈમની ઘટનાના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. તેવામાં બાયડ વિસ્તારમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નોંધનીય છે કે ડીપ વિસ્તારમાં ઝાડી-ઝાંખરામાં એક અજાણ્યા શખસનો મૃતદેહ જોવા મળ્યો હતો. જેના કારણે આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણ કરતા તે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT
યુવકનો મૃતદેહ મળતા ચકચાર…
બાયડમાં ખુલ્લા ખેતર પાસેથી ઝાડી-ઝાંખરામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અહીં આસપાસના લોકોએ આ અંગે તત્કાલિક પોલીસને જાણ કરી અને ત્યારપછી બાયડ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અહીં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ યુવક બાયડના પ્રાંતવેલનો હોઈ શકે છે.
ઘટનાને કોણે અંજામ આપ્યો હશે?
નોંધનીય છે કે હજુ સુધી આ યુવકની સંપૂર્ણ ઓળખ થઈ શકી નથી. ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે આ યુવકનું મૃત્યુ કેવી રીતે થયું હશે. જોકે પોલીસે વધુ તપાસ આદરી દીધી છે. પરંતુ આ મૃતદેહ અંગે અને શંકા કુશંકાઓ જન્મી રહી છે.
With Input: Hitesh Sutriya
ADVERTISEMENT