અંબાલાલ પટેલ દ્વારા હોળી દર્શન બાદ આગાહી કરવામાં આવતી હોય છે. અંબાલાલ પટેલની હોળીના વર્તારાને આખુ વર્ષ સાચુ પણ પડતું હોય છે. આજે હોલીકા દર્શન બાદ અંબાલાલ પટેલ દ્વારા આખા વર્ષનો વર્તારો આપવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, સુર્યાસ્ય સાંજે 06.50 વાગ્યે થયો હતો. આ સુર્યાસ્ત બાદના 96 મિનિટના પવનના આધારે વર્તારો કરવામાં આવે છે.
ADVERTISEMENT
હોળીના દર્શન કરીને આગામી વર્ષનો વર્તારો આપ્યો
આજની હોળીના વર્તારામાં શરૂઆતનો પવન પશ્ચિમી દીશાનો હતો. આ પવનનો ઘુમાવ નૈઋત્ય તરફી હતો. જેના પરથી અનુમાન લગાવી શકાય કે ચોમાસુ વહેલું શરૂ થઇ શકે છે. સિઝનનો પ્રથમ વરસાદ ખુબ જ સારો રહે. જો કે ત્યાર બાદ વરસાદ ખેંચાઇ શકે છે. ત્યાર બાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ખુબ જ સારો વરસાદ રહે.
ખેડૂતોને અનુકુળ વરસાદ રહેશે
હોળીની જ્વાળાઓના આધારે કહી શકાય કે, એકંદરે આ વર્ષ વરસાદની દ્રષ્ટીએ સારુ રહેશે. જો કે અરબ સાગરમાં ચક્રવાત સર્જાઇ શકે છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન થોડુ ગડબડ રહી શકે છે. એકંદરે વર્ષ ખુબ જ સારુ રહેશે. ખેડુતોને અનુકુળ વરસાદ પણ પડશે.
ADVERTISEMENT