અમદાવાદ : દરોડા કલ્ચરમાં ED,CBI અને નાર્કોટિક્સ બ્યુરો બાદ હવે ગુજરાત પોલીસે પણ પદાર્પણ કરી રહ્યું હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું છે. અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો કે, આમ આદમી પાર્ટીના અમદાવાદ કાર્યાલય ખાતે અમદાવાદ પોલીસના નવરંગપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. કોઇ પણ પ્રકારના વોરન્ટ વગર આ પોલીસ જવાનો દ્વારા દરોડા પાડવામાં આવ્યાનો દાવો આમ આદમી પાર્ટીએ કર્યો હતો.
ADVERTISEMENT
ગોપાલ ઇટાલીયાએ પોલીસ પર લગાવ્યા આરોપ
આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે, નવરંગપુરા પોલીસ સ્ટેશનના હિતેષ ભાઇ અને પારસભાઇ નામના વ્યક્તિ દ્વારા અમારી ઓફીસમાં ઘુસીને દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે તેમની પાસે કોઇ વોરન્ટ નહી હોવા છતા અમારી ઓફીસનાં તમામ ડ્રોઅર, કબાટ, કોમ્પ્યુટર બધુ જ ચેક કર્યું હતું.
અમદાવાદ પોલીસે કોઇ જ દરોડા નહી પાડવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા કરી
જો કે આ અંગે અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી કે, અમારા દ્વારા કોઇ જ પ્રકારના દરોડા પાડવામાં આવ્યા નથી. ત્યાર બાદ રાજનીતિ શરૂ થઇ ગઇ હતી. ભાજપ દ્વારા પણ આપ પર ખોટી બુમરાણ મચાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ખુબ જ હિન કક્ષાની રાજનીતિ થઇ રહી હોવાનું બંન્નેએ એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે.
ADVERTISEMENT