અમદાવાદ: એક તરફ ભાજપ ગુજરાતમા એક હથ્થું સાશન કરી રહી છે. પરંતું હવે એવું લાગી રહ્યું છે કે, સત્તાનો નશો ભાજપના નેતાઓના માથે ચડી ને બોલી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી ભાજપમાં નેતાઓની વચ્ચેનો ખટરાગ સામે આવી રહ્યો છે. જેનું મુખ્ય કારણ પૈસો, ભ્રસ્ટાચાર અને સત્તાની લાલચ. નેતાઓ એકબીજાને પતાવવાની મહેનત કરી રહ્યા છે.
ADVERTISEMENT
ભાર્ગવ ભટ્ટનું રાજીનામું
ભાર્ગવ ભટ્ટનો પહેલો આ પ્રકારનો કેસ સામે આવ્યો હતો. જેમાં તેમનું વડોદરાથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. ત્યારે પાટીલે કહ્યું હતું કે સંગઠનમાં ઘણા પરિવર્તનો થઈ રહ્યા છે. માટે ભાર્ગવનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. પરંતું આ વાત લોકોને ગળે ઉતરી ન હતી.
પત્રિકા કાંડ
વડોદરાના મેયર વિરુદ્ધ પત્રિકા વહેચાઈ. જેને લઈને એક રાજીનામું પડ્યું. ભાજપ સતત પ્રયત્ન કરી રહ્યું છે. આંતરિક ડખ્ખાને કંટ્રોલ કરી શકાય. અને તેના માટે માનવામાં આવી રહ્યું છે કે ભાજપ આખા સંગઠનમાં ફેરફાર કરી શકે છે.પ્રદેશ અધ્યક્ષ સુધી પણ બદલાવ આવી શકે છે. તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
પ્રદીપસિંહ વાઘેલાને લઈને ચાલી રહી છે ચર્ચાઓ
પ્રદીપસિંહ વાઘેલાને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. તેમના રાજીનામાં પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે, પ્રદીપસિંહ વાઘેલાને લઈને કરોડો રૂપિયાની જમીન મામલે તેનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. ભાજપના નેતાએ આ અંગે કહ્યું કે તેણે અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. જે જગ્યા માટે લોકો સતત મહેનત કરતાં હોય છે. તેવામાં અંગતકારણો સર રાજીનામું આપવું કઈ રીતે શક્ય બને. કારણકે પ્રદીપસિંહ સતત ચર્ચામાં રહેતો ચેહેરો છે. હવે તે ભૂતકાળ થયા છે. હવે પ્રદીપસિંહ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ શકે છે. FIR માં તેમનું નામ પણ આવી શકે છે. પ્રદીપસિંહને રાજીનામું આપવા મજબૂર કરવામાં આવ્યા હતા તેવું સામે આવી રહ્યું છે. રાજીનામું 7 દિવસ પહેલા આપવામાં આવ્યું હતું. 7 દિવસ પહેલા પ્રધાનમંત્રી ગુજરાતમાં હતા. પ્રધાનમંત્રીની હાજરીમાં જ બધુ થયું.
હજુ લેવાય શકે છે ઘણા રાજીનામાં
એક તરફ પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું સામે આવ્યું છે. ત્યારે હજુ પણ એવી ચર્ચા છે. કે વધુ નેતાઓના રાજીનામાં લેવાઈ શકે છે. 2024ની ચૂંટણી પહેલા પાર્ટીમાં કોઈ પ્રોબ્લેમ ઊભી થવા દેવા નથી માંગતી. અત્યારે ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નેતાઓ પાર્ટીને મોટી કરવા કરતાં એક બીજાના ટાંટિયા ખેચવામાં વધુ રસ લે છે. હવે આમ જ ચાલતી રહી તો ચૂંટણીમાં ખરાબ પરિણામ ભોગવવાનો વારો આવશે. તો સંગઠનમાં મોટા પરિવર્તન કરશે. ગુજરાતમાં નવા ચહેરા પાર્ટીમાં આવી શકે છે.
ADVERTISEMENT