ધારાસભ્ય કુમાર કાનાણીના લેટર બોમ્બ બાદ તંત્ર આવ્યું એકશન મોડમાં, કર્યું આ કામ

રાજ્યમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સતત ચર્ચામાં રહ્યા છે. ભાજપની સરકાર છે ત્યારે તંત્ર સામે અનેક વાર મેદાને ઉતરી ચૂક્યા છે. આ દરમિયાન થોડા દિવસ…

gujarattak
follow google news

રાજ્યમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સતત ચર્ચામાં રહ્યા છે. ભાજપની સરકાર છે ત્યારે તંત્ર સામે અનેક વાર મેદાને ઉતરી ચૂક્યા છે. આ દરમિયાન થોડા દિવસ પહેલા સુરતમાં ટ્રાફિકને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ ટ્રાફિક પોલીસ એકશન મોડ પર આવી છે. પોલીસે પ્રતિબંધિત સમયમાં પ્રવેશતા વાહનોને ઝડપી અને કાર્યવાહી કરી હતી. પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશી રહેલા ભારે વાહનો અને લક્ઝરી બસને રોકીને પોલીસે દંડ ફટકાર્યો છે.

સુરતના વરછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભારે વાહનોને લઈ ટ્રાફિક DCPને પત્ર લખ્યો હતો. ત્યારે પત્રમાં 7 દિવસમાં જવાબ માંગ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને પોલીસ એક્શન મોડ પર આવી છે. પ્રતિબંધિત સમયમાં વાહનોને પ્રવેશ્તા અટકાવ્યા છે. અને બેફામ થયેલા ખાનગી ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે. તેમજ જાહેરનામાંનો ભંગ કરનારા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો.

આ પણ વાંચો: કેબિનેટ બેઠકમાં કર્મચારીઓની બઢતી બાબતે ચર્ચા, જાણો શું લેવાયો નિર્ણય

જાણો શું લખ્યું પત્રમાં
સુરત શહેરમાં પોલીસ કિમશનરશ્રીના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો માટે સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8 થી બપોરે 1 તથા સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે, અને ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો કરે છે, પરંતુ આવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, તો આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તેમનું કારણ મને લેખિતમાં દિન-7 માં જણાવશો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp