રાજકોટ: ગુજરાતભરમાં દિવસેને દિવસે મોંઘવારી સતત વધી રહી છે,મોંઘવારીએ માઝા મૂકી છે. રાજ્યની જનતાને એક બાદ એક મોંઘવારીના માર પડી રહ્યા છે. પેહલા પેટ્રોલ-ડીઝલ અને CNG, દૂધ હવે સિંગતેલમાં પણ ભાવ વધારો થયો છે. આમાં મધ્યમ વર્ગીય ખુબ પીસાઈ જાય છે. સિંગતેલમાં ડબ્બે રૂપિયા 30 નો વધારો થતાં ઘરનું બજેટ ખોરવાયું છે.
ADVERTISEMENT
નવા વર્ષની શરૂઆતથી જ સિંગતેલના ભાવ માં સતત વધારો થઈ રહ્યો છે. જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવામાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલના ડબ્બામાં રૂપિયા 30નો વધારો ઝીંકાયો છે. સતત ત્રીજા દિવસે આ ભાવ વધારો થયો છે. ત્રણ દિવસમાં સિંગતેલનો ડબ્બો 90 રૂપિયા મોંઘો થયો છે. સીંગતેલ સાથે સાથે હવે કપાસિયા-પામતેલમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો થયો છે.
ડબ્બાનો ભાવ આસમાને
સિંગટેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સતત વધી રહેલા સિંગતેલના ભાવને લઈ સિંગતેલનો ડબ્બો રૂ.2910-2960 પર પહોંચી ગયો. ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલમાં 90 રૂપિયાનો થયો વધારો જયારે કપાસિયા-પામતેલમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો થયો છે, કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 1840-1890 પહોંચ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદની ફાઇવ સ્ટાર હોટલમાંથી ઝડપાયું જુગારધામ, તાજ હોટલના માલિક કરતાં હતા આ કાંડ
ફરસાણ મોંઘું થઈ શકે છે
વર્ષની શરૂઆતથી જ સિંગટેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સિંગતેલના ભાવમાં સતત ભાવવધારોના કારણે ફરસાણ સહિતની વસ્તુના ભાવમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે આ ભાવ વધારાથી અનેક લોકોનું બજેટ ખોરવાઇ શકે છે.
(વિથ ઈનપુટ: નીલેશ શિશાંગિયા, રાજકોટ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT