અંબાજીમાં દિપડો જોવા મળતા ફફડાટ, વનવિભાગે ગબ્બર વિસ્તાર બંધ કરાવ્યો

Banaskantha News: યાત્રાધામ અંબાજીના ગબ્બર વિસ્તારમાં આજે અચાનક દીપડો દેખાતા ખળભળાટ મચી ગયો હતો. ગબ્બર પર્વત પાસે જંગલી પ્રાણીઓના કારણે 51 શક્તિપીઠ પરીક્રમા માર્ગ આજે…

Ambaji area close

Ambaji area close

follow google news

Banaskantha News: યાત્રાધામ અંબાજીના ગબ્બર વિસ્તારમાં આજે અચાનક દીપડો દેખાતા ખળભળાટ મચી ગયો હતો. ગબ્બર પર્વત પાસે જંગલી પ્રાણીઓના કારણે 51 શક્તિપીઠ પરીક્રમા માર્ગ આજે બંધ રાખવામાં આવ્યો છે. ગબ્બર પર્વત પાસે જંગલી પ્રાણીના કારણે 51 શક્તિપીઠ પરીક્રમા માર્ગ આજે બંધ રાખવામાં આવ્યો છે. ગબ્બર અને તેની આસપાસના વિસ્તારમાં જંગલી જાનવર ફરી રહ્યા હોવાનું સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ તંત્ર સાવચેત થઇ ગયું હતું. વન વિભાગ તરફથી સાંજના અને રાત્રીના સમયે આવા વિસ્તારમાં ન જવા માટે સુચન કરવામાં આવ્યું છે.

ગબ્બર પર ચાલતા જવાનો માર્ગ યાત્રિકો માટે ખુલ્લો રખાયો

ગબ્બર પર જવા માટે ચાલતા જવાનો માર્ગ યાત્રિકો માટે ખુલ્લો રખાયો છે. આજે સવારે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ જંગલી જાનવરના આગમનને પગલે આજે સવારથી જ બંધ રખાયો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અહીં સિક્યુરિટી ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે. તેઓ યાત્રીકોને જવા દેતા નથી. વન વિભાગ તરફથી જંગલી જાનવરની માહિતી મેળવવામાં આવી રહી છે. બીજી તરફ ગબ્બર પર્વત પાસે જંગલમાં રહેતા આદિવાસી પરિવારો પણ દીપડાના ભય સાથે જીવી રહ્યા છે.

જંગલી જાનવરે કુતરા અને બકરાનું મારણ કર્યું

જંગલી જાનવરે તેમના કુતરા અને બકરાનું મારણ કર્યું હોવાની માહિતી પણ સામે આવી રહ્યા છે. બીજી તરફ આદિવાસી પરિવાર ઘરે નાના છોકરાઓ હોવાથી તેઓ ખુબ જ સાવચેતી પુર્વક રહી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિપડાઓ સામાન્ય નાના બાળકોનો પણ ઘણી વખત શિકાર કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે.

6 વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો

બીજી તરફ એવી વાત પણ સામે આવી છે કે, ગુજરાતમાં દીપડાની સંખ્યામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. હાલની જ વસતી ગણતરી અનુસાર રાજ્યમાં 6 વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો થયો છે. 2016 માં 1395 હતા, તે 2023 ની વસતી ગણતરી અનુસાર 2274 પર પહોંચી ચુક્યો છે. સૌથી વધારે દીપડા જૂનાગઢમાં છે. અહીં 578 દીપડાનો વસવાટ છે. ગીર સોમનાથમાં 257 દીપડા છે.

(શક્તિસિંહ રાજપુત)

    follow whatsapp