Surat: લોકોની નજર સામે આગમાં હોમાઈ 'મહિમા', ઈલેક્ટ્રિક વાહન બન્યું કાળ

Surat News: સુરતમાંથી હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે, જેમાં ચાર્જિંગમાં મુકેલા ઈલેક્ટ્રિક વાહનમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડરમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 18 વર્ષની યુવતીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

Surat News

18 યુવતીનું મોત

follow google news

Surat News: સુરતમાંથી હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે, જેમાં ચાર્જિંગમાં મુકેલા ઈલેક્ટ્રિક વાહનમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડરમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 18 વર્ષની યુવતીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. જ્યારે એક જ પરિવારના 4 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઈલેક્ટ્રિક વાહનમાં લાગી હતી આગ

મળતી માહિતી અનુસાર, શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ ચોક પાસે લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન અને ઉપર બે માળના રેસિડન્ટવાળું મકાન આવેલું છે. આ સોસાયટીમાં એક ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગમાં મુકેલું હતું. જેમાં અચાનક સવારે 5.35 વાગ્યે આગ લાગી હતી. જોત જોતામાં આગ પ્રસરી ગઈ હતી, આ દરમિયાન ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. 

બ્લાસ્ટ બાદ સર્જાયો અફરાતફરીનો માહોલ

આ બનાવને પગલે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આ આગમાં મકાનમાં સૂતેલો પાંચ લોકોનો પરિવાર ઝપેટમાં આવી ગયો હતો.

18 વર્ષીય યુવતીનું કરૂણ મોત

આ દુર્ઘટનામાં મહિમા દોલારામ સિરાવિ નામની 18 વર્ષની યુવતી આગમાં બળીને ભડથું થઈ ગઈ હતી. જ્યારે અન્ય ચાર લોકો  દોલારામ જસારામ સિરવિ (ઉં.વ. 46), ચંપાબેન દોલારામ સિરવિ (ઉં.વ. 42), ચિરાગ દોલારામ સિરવિ (ઉં.વ. 8) અને દેવિકા દોલારામ સિરવિ (ઉં.વ. 14)ને તાત્કાલિકો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરની ટીમ દ્વારા  એક કલાક જેટલા સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.


 

    follow whatsapp