GUJARAT માં ભાજપમાં ટિકિટો કપાયા બાદ ક્યાં ક્યાં થયો ભડકો ?

અમદાવાદ : ગુજરાત ભાજપ એક કેડર બેઝ પાર્ટી ગણવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે કોઇ વિરોધનો સુર ઉઠતો નથી. જો કે આ વખતે ચિત્ર થોડુ…

gujarattak
follow google news

અમદાવાદ : ગુજરાત ભાજપ એક કેડર બેઝ પાર્ટી ગણવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે કોઇ વિરોધનો સુર ઉઠતો નથી. જો કે આ વખતે ચિત્ર થોડુ અલગ છે. પહેલા જાહેરાત થયા બાદ અસંતોષ થતો પરંતુ તે સપાટી પર આવતો નહી પરંતુ આવખતે ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. અનેક સ્થળે સ્પષ્ટ રીતે સપાટી પર ભાજપ અને ઉમેદવારોનો વિરોધ થઇ રહ્યો છે.

રાજ્યકક્ષાના મંત્રી પ્રત્યે સ્થાનિક સ્તરે હતો ભારે અસંતોષ
જેમાં સૌથી મોટો વિરોધ ભાવનગરના મહુવા સીટ પર જોવા મળી રહ્યો છે. અહીં રાજ્યકક્ષાના મંત્રી આર.સી મકવાણાની ટિકિટ કપાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપે મહુવા બેઠક પરથી સીનિયર આગેવાન શિવાભાઇ ગોહીલને ટિકિટ આપી છે. આરસી પ્રત્યે સ્થાનિક કક્ષાએ ભારે અસંતોષના કારણે ભાજપે સીટિંગ એમએલએની ટિકિટ કાપી છે. 2007 માં લડેલા શિવાભાઇ ગોહીલને ટિકિટ આપી છે. શિવાભાઇ ગોહીલ સંતોષી નેતા છે અને જ્યારે જ્યારે પાર્ટી તરફથી જે પણ આદેશ અપાયો તેનું પાલન કર્યું છે. તેનું તેમને પરિણામ પણ મળ્યું છે.

જિલ્લા-તાલુકા પંચાયતનું આખુ બોડી રાજીનામું આપવા પહોંચ્યું
જો કે રાઘવજી મકવાણાની ટિકિટ કપાતા હવે તેમના સમર્થકોની આખી બોડીમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે તેમના સમર્થકો જિલ્લા પંચાયતનું આખુ બોડી અને તાલુકા પંચાયતનું આખુ બોડી રાજીનામું આપી દીધું છે. 300 થી વધારે નેતા અને કાર્યકર્તાઓ રાજીનામા આપી દીધા છે. જો કે આ રાજીનામાની કોઇ અસર થાય તેવું લાગી નથી રહ્યું. પીએમ મોદી દ્વારા સમગ્ર યાદી પર નજર રાખવામાં આવી હતી. તેમની નજર હેઠળ થયેલા કામ બાદ પીએમ મોદી ક્યારે પાછી પાની નથી કરતા. બીજી તરફ કોંગ્રેસ તરફથી પણ દિગ્ગજ કનુભાઇ કળસરીયા લડી રહ્યા છે. જેઓ પીએમ મોદીને ભાજપમાં રહેવા છતા નમવા માટે મજબુર કરી ચુક્યાં છે. તેઓ પોતાના સેવાકીય કાર્યોના કારણે જ પંથકમાં પંકાયેલા છે. આરસી પ્રત્યે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આરસીની ટિકિટ કપાવવામાં સ્થાનિક ભાજપ નેતા અને સંઘના દિગ્ગજ બિપિન સંઘવીનો મોટો રોલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લી ઘડીએ તેઓને કમલમથી તેડું આવ્યું અને આરસીની ટિકિટ કપાઇ હતી.

કચ્છમાં પણ યોગી આદિત્યનાથના ગુરૂભાઇની ટિકિટ કપાઇ ગઇ
આ ઉપરાંત યોગી આદિત્યનાથના ગુરૂભાઇ અને કચ્છમાંથી જેમની ટિકિટ ફાઇનલ માનવામાં આવતી હતી તે એકલધામના મહંત યોગી દેવનાથને ટિકિટ નહી મળતા તેમણે રાજીનામું આપી દીધું હતું. દેવનાથ બાપુએ પોતાના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. ટિકિટ વિતરણમાં એકતરફી નિર્ણયના આક્ષેપ કર્યા હતા.

    follow whatsapp